પ્રીકોશન ડોઝ માટે ખાનગી કેન્દ્રો 150 રૂપિયા જ ચાર્જ કરી શકશે
નવી દિલ્હી, દુનિયાભરમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે આજે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના સવિચ રાજેશ ભુષણે 18 થી 59 વર્ષના લોકોને કોરોનાની રસીનો પ્રીકોશન ડોઝ આપવાના મદ્દે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય સચિવો સાથે એક બેઠક યોજી હતી.
કેન્દ્ર સરકારનુ કહેવુ છે કે, ખાનગી કેન્દ્રો વેક્સીન માટે મહત્તમ 150 રૂપિયા જ ચાર્જ કરી શકે છે. કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવે કહ્યુ હતુ કે, પ્રીકોશન ડોઝ તરીકે એ જ રસીનો ડોઝ આપવામાં આવશે જે રસી પહેલા અ્ને બીજા ડોઝ તરીકે આપવામાં આવી હતી.
તેમણે કહ્યુ હતુ કે, પ્રીકોશન ડોઝ માટે નવેસરથી રજિસ્ટ્રેશન નહીં કરાવવુ પડે. કારણકે રસી લેનારા પહેલેથી જ કોવિન પર રજિસ્ટર્ડ થયેલા છે.
આ પહેલા કેન્દ્ર સરાકરે કેરાલા, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને મિઝોરમને કોવિડના વધી રહેલા કેસ પર કાબૂ મેળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી રાખવા માટે સલાહ આપી છે.
સાથે સાથે આ રાજ્યોને સરકારે કહ્યુ છે કે, જ્યાં કોરોનાના કેસ વધારે છે ત્યાં સતત નજર રાખવાની અને સંક્રમણ રોકવાના પ્રયત્નો કરવાની જરૂર છે.