કેનેડા ભારત પાસેથી કેળા અને બેબી કોર્નની ખરીદી કરશે
ઓટાવા, ભારતમાંથી ટૂંક સમયમાં કેનેડાના કેળા અને બેબી કોર્નનુ એક્સપોર્ટ શરૂ થશે. કેનેડિયન ઓથોરિટીએ ભારતમાંથી આ કૃષિ ઉત્પાદોના એક્સપોર્ટના તત્કાલ પ્રભાવની મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે શનિવારે આ જાણકારી આપી છે.
નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા અને કેનેડા સરકારની વચ્ચે થયેલી વાતચીત બાદ કેનેડિયન માર્કેટમાં ભારતના કેળા અને બેબી કોર્નની વેચાણની મંજૂરી મળી છે.
આ મુદ્દે વાત કરવા માટે કૃષિ અને કૃષક કલ્યાણ વિભાગના સેક્રેટરી મનોજ અહુજાએ ભારતમાં કેનેડિયન હાઈ કમિશ્નર સાથે આ મુદ્દે વાતચીત કરી. આ વાતચીત બાદ MacKayએ કહ્યુ કે ભારત પાસેથી આ મહિનાથી કેનેડા માટે બેબી કોર્નનુ એક્સપોર્ટ શરૂ થઈ શકશે.
આ સાથે જ તેમણે કહ્યુ કે ઈન્ડિયાના તાજા કેળા પર પ્રાપ્ત તકનીકી માહિતીના આધારે કેનેડાએ તત્કાલ પ્રભાવથી ભારત પાસેથી કેનેડાને કેળાના એક્સપોર્ટને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર ભારત દુનિયાના સૌથી મોટા કેળા ઉત્પાદક દેશોમાંનો એક છે.
દુનિયાના કુલ કેળા ઉત્પાદનોમાં ભારતની ભાગીદારી લગભગ 25 ટકા છે. આંધ્ર પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ દેશના કેળા ઉત્પાદનમાં 70 ટકા કરતા વધારેનુ યોગદાન છે.