Western Times News

Gujarati News

ઈમરાન ખાનેે પીએમ નિવાસસ્થાન છોડ્યું-વિદેશ જવા પર લાગી શકે છે રોક

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી ઈમરાન ખાનને દૂર કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. દેશના ૭૪ વર્ષના ઇતિહાસમાં કોઈ વડાપ્રધાને પોતાનો કાર્યકાળ પૂરો કર્યો નથી. જેમાંથી ઈમરાન ખાન અપવાદ સાબિત થઈ શક્યા નહીં અને તેમને પણ હટાવી દેવામાં આવ્યા છે.

૮ માર્ચે તેમની સામે પાકિસ્તાન મુસ્લીમ લીગ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ના ૧૦૦ સાંસદોએ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. લગભગ ૩૩ દિવસ સુધી ચાલેલા રાજકીય નાટક બાદ અંતે ઈમરાન ખાનની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. ઈમરાન ખાનને વિદેશની ધરતી પર જવાની રોક લગાવાઈ હોવાની વાત પણ સામે આવી રહી છે.

ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં તેમના વિદેશ ભાગવા પર રોક સંબંધિત અરજી કરવામાં આવી છે. તેમનું નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં જાેડવાની માંગ અરજીમાં કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે કોર્ટ તેના પર સુનાવણી કરી શકે છે. ઈમરાનની સાથે-સાથે તેમના નજીકના લોકોને પણ આ લિસ્ટમાં જાેડવામાં આવે તેવી માંગ કરાઈ છે.

પાકિસ્તાન એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન ઈમરાન ખાન અને તેમની પાર્ટીના સાંસદ હાજર નહોતા રહ્યા. એવું માનવામાં આવે છે કે તેઓ નવી બનનારી સરકાર માટે મુશ્કેલી ઉભી કરશે.

ઈમરાન ખાનને એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં રાખવાની વાત સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. માનવામાં આવે છે કે ક્રિકેટરથી રાજકારણમાં એન્ટ્રી કરનારા ઈમરાન માટે રાજકીય પિચ હવે વધારે મુશ્કેલ થવાની છે. નેશનલ એસેમ્બલીમાં સૌથી મોટી પાર્ટી રહેવાથી પીટીઆઈને નિયંત્રણમાં રાખવા માટે નવી બનનારી સરકાર કોઈ મોટી ચાલ ચાલી શકે છે.

જાેકે, શાહબાજ શરીફે કહ્યું છે કે તેમણે કોઈની સામે બદલો લેવાની કાર્યવાહી કરવાની નથી. આમ છતાં અટકળોનું બજાર ગરમ છે. પીટીઆઈના મુખ્ય નેતાઓ અને સરકારના મંત્રીઓને ECLમાં રાખવાની વાત કરવામાં આવી રહી છે.

ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલા અરજીમાં ફવાદ ચૌધરી અને શાહ મહેમુદ કુરેશીનું નામ જાેડવાની વાત કહેવાઈ રહી છે. જાેકે, મીડિયા રિપોર્ટ્‌સમાં આ લિસ્ટમાં નેશનલ એસેમ્બલીના પૂર્વ સ્પીકર અને ડેપ્યુટીનું નામ જાેડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

તમામ એરપોર્ટ પર સિક્યોરિટી વધારવામાં આવી હોવાની વાત પણ કહેવાઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સેના પણ સરકારમાં રહેલા નેતાઓને દેશ ના છોડવાની વાત કહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.