Western Times News

Gujarati News

ગુગલ એપ પરથી એપ ડાઉનલોડ કરી લોન લેવા જતાં ખેડૂત અને તેના પરિવારના ફોન હેક થયા

સાયબર હુમલો કરનારે તમામ અંગત વિગતો મેળવી ૧૩,૫૦૦ લોકો પાસેથી લાખો રુપિયા પડાવ્યા

અમદાવાદ, આજકાલ ખૂબ જ સરળ રીતે અને કોઈ ડોક્યુમેન્ટ વગર લોન આપવાનારી ઘણી એપ માર્કેટમાં આવી ગઈ છે. પણ બીજી વખતે જ્યારે તમે આવી કોઈ એપ દ્વારા સરળ લોન આકર્ષક ઓફર મળે ત્યારે પહેલા આ જાણી લેજાે અને વિચારી લેજાે.

તમે આવી ઓફર દ્વારા સરળ લોન લઈને પોતાનો જ તમામ ખાનગી ડેટા હેકર્સને નથી આપતા પરંતુ તેઓ તમારા ફોનમાં રહેલા તમારા મિત્રો અને કુટુંબીજનો અને તેમના સંપર્કોનો પણ ડેટા મેળવી લે છે અને પછી શરું થાય છે બ્લેકમેલ, ગેરવસૂલી અને દુરુપયોગની જાળમાં ફસાવવાનો આખો ખેલ પાડ્યો.

હિંમતનગરના એક ખેડૂતે આવી એક એપ્સ દ્વારા લોન લીધી અને અને સાયબર રિકવરી એજન્ટોને માત્ર તેના ફોનને જ નહીં પરંતુ તેના તમામ સંપર્કો અને તેમના પણ સંપર્કોને હેક કરવાની મંજૂરી આપતી એપ્સ ડાઉનલોડ કરીને જીવનનો મોટો પાઠ શીખ્યા. માત્ર તેમના એક નંબર દ્વારા સાયબર લુખ્ખાઓએ ૧૩,૪૯૮ લોકોના ફોનમાં ઘૂસણખોરી કરી અને તે બધા પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો.

આ કેસની તપાસ કરી રહેલા સાયબર ક્રાઈમ સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, ”કોઈ જાતના ડોક્યુમેન્ટની મુશ્કેલી વિના ઝડપી અને સરળ લોન આપતી એપ્સ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. જ્યારે કેટલાક વપરાશકર્તાઓના ફોનમાં માલવેર ઇન્સ્ટોલ કરે છે, અન્ય વપરાશકર્તાઓને ઇન્સ્ટોલેશન દરમિયાન તેમની સંપર્ક સૂચિ, ફોટો ગેલેરી અને સ્થાનોને ઍક્સેસ કરવાની પરવાનગી આપવા દબાણ કરે છે.”

તેમ સાયબર ક્રાઇમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ ઉમેર્યું હતું કે, ”જાે વપરાશકર્તા માંગેલા પૈસા પાછા ચૂકવવામાં અસમર્થ હોય, જે સામાન્ય રીતે લીધેલી લોનની તુલનામાં ખૂબ જ વધારે હોય છે, તો સાયબર ગુંડાઓ ઉધાર લેનારના ઓનલાઈન મોર્ફ કરેલા ફોટા પોસ્ટ કરવાની ધમકી આપે છે.

ગુનેગારો યુઝરની કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને ફોન કરીને લોન લેનારાને શરમાવે છે અથવા તેની નજીકના લોકોને ધમકી આપે છે.” અમુક સમયે તો વાત ત્યાંથી જ અટકતી . ”એકવાર ગુનેગારો સેલફોન હેક કરી લે છે, તેઓ સંપર્ક સૂચિનો ઉપયોગ પોતાની જાળને વ્યાપક બનાવવા અને તેમના પીડિતોની સંખ્યા વધારવા માટે કરે છે.

તેઓ હેલ્પલાઇનમાંથી વેબલિંક અથવા નકલી સંદેશ મોકલે છે જેમાં તેમના પીડિતોને ફોન નંબર અને વેબલિંક હોય છે. આ લિંક પર ક્લિક કરવાથી બદમાશ પીડિતાના ફોન અને ફોટોગ્રાફ્સ, વીડિયો, વારંવાર મુલાકાત લેવાયેલી જગ્યાઓ, વેબસાઇટ્‌સ અને દસ્તાવેજાે સહિત તેમના તમામ ખાનગી ડેટા પર નિયંત્રણ મેળવવા માટે સક્ષમ બનાવે છે.

બદમાશો આનો ઉપયોગ તેમના નવા પીડિતોને ખંડણી અથવા બ્લેકમેલ કરવા માટે કરે છે.” અધિકારીએ કહ્યું. હિંમતનગરના ખેડૂત કૃણાલ પટેલના કિસ્સામાં તેમની ફોન બુકમાં માત્ર ૭૫૦ સંપર્કો હતા. સાયબર ક્રૂક્સે તેના સંપર્કોના ફોન પછી તેમના સંપર્કોના ફોન હેક કર્યા અને ૧૩,૪૯૮ સંપર્કોના ફોનમાં ઘૂસી ગયા. તેઓએ આ લોકો પાસેથી ૨૫ થી ૩૫ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

સાયબર ક્રાઈમના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને આ કેસમાં અન્ય રાજ્યોની ગેંગની સંડોવણી હજુ સુધી મળી નથી. “અમે અમદાવાદ, સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક લોકોને સરળ લોન ઓફર કરતી શંકાસ્પદ એપ્સ શોધી કાઢી છે. તેઓએ લોન એપ્લિકેશન્સ બનાવી અને તેને Google Play પર અપલોડ કરી જ્યાંથી નિર્દોષ લોકો તેને ડાઉનલોડ કરે છે.”

અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે કહ્યું કે એવા કિસ્સાઓ છે કે જ્યારે ડાર્ક વેબનો ઉપયોગ કરીને એપ્લિકેશન બનાવવામાં અને અપલોડ કરવામાં આવી હોય. આનાથી કોઈ ડિજિટલ પૂરાવા બચતા નથી, જેના કારણે આવી એપ બનાવનારાને શોધવા અને તેમને પકડવાનું લગભગ અશક્ય બની ગયું છે. સલામત રહેવાનો એકમાત્ર રસ્તો એ છે કે યોગ્ય તપાસ કર્યા વિના કોઈપણ અજાણી અથવા નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ટાળવું તેમ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.