આ તેનો વ્યક્તિગત મામલો, મુસ્લિમ સમાજ ક્યાંય સંકળાયેલ નથીઃ સુન્ની મુસ્લિમ આમ જમાત
આણંદ, રાજ્યમાં રામનવમી નિમિતે રાજ્યના ૩ જિલ્લામાં શાંતિ ડહોળવાનો અસામાજિક તત્વોએ પ્રયાસ કર્યો છે. સાબરકાંઠા, આણંદ અને દ્વારકા જિલ્લામાં પથ્થરમારાની ઘટના બાદ તંગદિલી મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી જરૂરી પગલાં ભરવાની સૂચના આપી છે.
રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે કે હિંમતનગર અને ખંભાતમાં હાલમાં શાંતિપૂર્ણ માહોલ છે. જ્યારે હિંમતનગરના છાપરિયામાં પથ્થરમારાની ઘટના બાદ ૧૪૪ની કલમ લગાવાઈ છે.
સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે. જ્યારે ખંભાત અને દ્વારકામાં તંગદિલી ભર્યો માહોલ હોવાનું જાણવા મળે છે.
આણંદના ખંભાતમાં જૂથ અથડામણમાં એકનું મોત થયું છે તો દ્વારકામાં વિધર્મી યુવકે ઝંડો સળગાવતાં તંગદિલી સર્જાઈ હતી. આણંદના ખંભાતમાં જૂથ અથડામણની ઘટનામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
તોફાનો મામલે ખંભાતના ૩ મૌલવીની ધરપકડ કરાઈ છે. આ મૌલવીએ કેટલાક યુવાનોને પથ્થરમારો કરવા માટે ઉશ્કેર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે (રવિવાર) ખંભાતના શક્કરપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. શોભાયાત્રામાં પથ્થરમારો કરાતા ૧ વ્યક્તિનું મોત થયું છે.
રામનવમીના તહેવાર નિમિતે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા નીકળી તે સમયે પથ્થરમારો કરાયો હતો અને જે અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા આધેડને હોસ્પિટલમાં લઈ જવાતા તેમનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું.
અસામાજિક તત્વોએ પથ્થરમારા ઉપરાંત દુકાનમાં આગ પણ લગાવી હતી. ઘટનાને પગલે ખંભાત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતી કાબૂમાં લીધી હતી. જાે કે હાલ ખંભાતના શક્કરપુરામાં શાંતિનો માહોલ છે.
ગુજરાતને ચોક્કસ લોકો ટાર્ગેટ કરવા ઇચ્છતા હોય તેવા લોકો દ્વારા દ્વારકામાં પણ વાતાવરણ તંગ થાય તેવો માહોલ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દ્વારકામાં ભગવો ઝંડો સળગાવવામાં આવતા દ્વારકામાં વાતાવરણ તંગ બન્યું હતું. જાે કે અહીં હિંદુત્વવાદી સંગઠનો દ્વારા તત્કાલ તે વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો.
ભગવો ઝંડો સળગાવવાનું પરિણામ શું હોઇ શકે તે પણ સમજાવવામાં આવ્યું હતું. દ્વારકામાં કેસરી ઝંડો સળગાવનાર અસામાજિક તત્વોને કડક સજા થાય તેવી માંગ સુન્ની મુસ્લિમ આમ જમાત દ્વારા કરાઈ છે. તેમણે જણાવ્યું છે કે, હિન્દૂ મુસ્લિમ એકતા જળવાય રહે તે જરૂરી છે, જે વ્યક્તિએ ઝંડો સળગાવ્યો છે, તે તેનો વ્યક્તિગત મામલો હતો.
સુન્ની મુસ્લિમ સમાજ ક્યાંય આ ઘટનામાં સંકળાયેલો નથી. સુન્ની મુસ્લિમ જમાતે ઘટનાને વખોડી આરોપીને યોગ્ય કાયદાકીય સજા મળે તેવી માંગ કરી છે. સમાજના લોકોએ સાથે મળી હિન્દૂ મુસ્લિમ સમાજની એકતા જળવાય રહે તે હેતુથી લેખિત જવાબ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બનેલી ઘટનાઓના પગલે આશિષ ભાટિયા ડીજીપી ગૃહ રાજ્ય મંત્રી સાથે બેઠક કરી હતી. દિવસ દરમિયાન હિંમતનગર અને ખંભાતની પરીસ્થિતી અંગે રીવ્યુ કરાયો છે. બનાવ બાબતે સ્થાનિક અધિકારીઓ જાેડાયા હતા. હિંમતનગરમાં રાયોટીંગનો ગુનો દાખલ કરી અમુક લોકોને રાઉંડ અપ કરાયા છે.
હિંમતનગરમા બે આઇજી અને ચાર એસપી કક્ષાના અધિકારી છે. ઇછહ્લ ની બે કંપની પણ હિંમતનગર મોકલવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું છે કે ખંભાતમા રાયોટીંગના બે ગુના દાખલ કરીએ છીએ. ત્યા પણ ડીઆઈજી કક્ષાના અધિકારી તૈનાત છે. આખા રાજ્યમા જરૂર પગલા લેવા સુચના અપાઈ છે.
ખંભાતમા એક વ્યક્તિના મોત અંગે મર્ડરનો ગુનો નોધાશે. સોશિયલ મીડિયામા ખોટી માહિતી હશે તો તેને હટાવવાની કામગીરી કરીએ છીએ. આ મામલે ગુનો પણ દાખલ કરાશે. હવે સાયબર ક્રાઇમ આ મામલે નજર રાખી રહ્યું છે.SSS