Western Times News

Gujarati News

નજર ઉતારવાની ચીજાેને નજર લાગી, લીલા મરચાં દોઢસોના કિલો, લીંબું ૧૫નું એક

અમદાવાદ, સામાન્ય રીતે ઉનાળામાં બેહાલ કરનારી ગરમીથી બચવા લોકો લીંબુનો ભરપૂર ઉપયોગ કરે છે. લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે, પણ હાલમાં લીંબુના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગી પરિવારોનું બજેટ ગરમાઈ રહ્યું છે.

હાલ લીંબુનો હોલસેલ બજારનો ભાવ ૨૨૦ રૂપિયા કિલો ચાલી રહ્યો છે. જ્યારે રિટેઈલમાં ૩૨૦ કિલો થઈ ગયા છે. આમ ગરમીથી રાહત આપવાવાળા લીંબુ લોકોના બજેટ ગરમ કરી રહ્યા છે. ગુજરાતમાં એક બાજુ ૪૨ ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે તેવામાં ઉનાળામાં લીંબુની માંગ વધતા બજારમાં રૂ.૩૨૦ કિલોએ પણ લીંબુ મળી રહ્યા નથી.

ઉનાળાની શરૂઆત થતાં લીંબુની માંગમાં એકાએક વધારો નોંધાય છે જેની સીધી અસર લીંબુના ભાવમાં જાેવા મળે છે. ગુજરાત સહિત અન્ય રાજ્યો હોય કે પછી પડોશી દેશોમાં લીંબુના સપ્લાયમાં મહત્વનું માર્કેટમાં મહેસાણા મોટું નામ ધરાવે છે.

હાલમાં મોટા ભાગના ખેડૂતોના ખેતરમાં લીંબુનું ઉત્પાદન હજુ શરૂ થયું નથી. તેથી માલની અછત વચ્ચે ભાવ ઊંચો જાેવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ દરરોજ હોલસેલ માર્કેટમાં એક હજાર બોરી આવતી હતી તેની જગ્યા છેલ્લા બે દિવસથી માત્ર ૧૦૦ જેટલી બોરી આવી રહી છે. જેના લીધે બજારમાં લીંબુની અછત ઉભી થઈ ગઈ છે.

ખાણીપીણીના વેપારીઓ જણાવી રહ્યા છે કે, લીંબુના આટલા બધા ભાવ થઈ ગયા હોવાથી તે વાપરવાનું બંધ કરી દીધુ છે. જ્યારે પંજાબી હોટલોમાં લીંબુ લોકરમાં મુકવાની ફરજ પડી રહી છે! એક લીંબુ રૂ.૧૫ થી ૧૭ માં પડી રહ્યુ છે.

બિન સીઝનમાં લીંબુના હોલસેલ ભાવ ૨૦ થી ૩૦ રૂપિયા પ્રતિ કિલો હતા, જે હાલ એકાએક હોલસેલ ૨૨૦ રૂપિયા પ્રતિકિલો પહોંચ્યા છે. જેથી રિટેલ બજારમાં ૩૨૦ રૂ પ્રતિકિલો પહોંચી ગયો છે.

વેપારીઓ નું માનવું છે કે હાલમાં માંગ વધુ છે જ્યારે આવક ઓછી છે ત્યારે ભાવ વધ્યા છે, જેમ-જેમ મહેસાણા જિલ્લાના ઉત્પાદનની આવક વધશે તેમ તેમ ભાવમાં ઘટાડો નોંધાશે. અત્રે નોંધનીય છે કે, મોંઘવારીનો પારો પણ વધી રહ્યો છે. ગરમીનો પારો વધતા લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે.

દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં પાંચ થી દસ રૂપિયાનો વધારો થયો છે. તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લીંબુ ૩૨૦ રૂપિયા પ્રતિકિલોના ભાવે મળી રહ્યા છે. શાકભાજીનું ઉત્પાદન ઘટવાથી ભાવમાં વધારો થયો છે.

સાથે જ ઈંધણના ભાવમાં વધારો થતા શાકભાજી બહારથી લાવવા મોંઘા પડી રહ્યા છે. જેના કારણે પણ ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીના ભાવ હજુ પણ વધશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.