અભિનેતા શિવ કુમાર સુબ્રમણ્યમનું નિધન થયુ

મુંબઇ, ૧૧ એપ્રિલની સવાર બોલિવૂડ માટે એક માઠા સમાચાર લઈને આવી છે. પોપ્યુલર ફિલ્મ અભિનેતા અને સ્ક્રીનરાઈટર શિવ કુમાર સુબ્રમણ્યમનું નિધન થઈ ગયું છે.
શિવ કુમારના મૃત્યુના સમાચાર સાંભળીને સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શિવ કુમાર સુબ્રમણ્યમને ગત વર્ષે સાન્યા મલ્હોત્રા અને અભિમન્યુ દસ્સાનીની ફિલ્મ મીનાક્ષી સુંદરેશ્વરમાં જાેવામાં આવ્યા હતા.
શિવ કુમારના નિધનનું કારણ હજી સુધી સામે નથી આવ્યું. ફિલ્મમેકર બીના સરવરે શિવ કુમાર સુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે ટિ્વટર પર અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને જણાવ્યું કે બે મહિના પહેલા તેમના દીકરા જહાનનું બ્રેઈન ટ્યુમરને કારણે અવસાન થયુ હતું. બીના સરવરે ટિ્વટ કરીને જણાવ્યું કે, આ અત્યંત દુખદ સમાચાર છે.
દીકરા જહાનના મૃત્યુના બે મહિના પછી તેમનું અવસાન થઈ ગયું. તેમના દીકરા જહાનને બ્રેન ટ્યુમર હતું. ૧૬મા જન્મદિવસના બે અઠવાડિયા પહેલા તે આ દુનિયા છોડીને જતો રહ્યો. નોંધનીય છે કે શિવ કુમાર સુબ્રમણ્યમના અંતિમ સંસ્કાર ૧૧ એપ્રિલના રોજ સવારે ૧૧ વાગ્યો મોક્ષધામ હિન્દુ સ્મશાનભૂમિમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શિવ કુમાર સુબ્રમણ્યમે બોલિવૂડની અનેક મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ પરિંદા અને સુધીર મિશ્રાની ફિલ્મ હઝારોં ખ્વાહિશે એસીનો સ્ક્રીનપ્લે લખ્યો હતો.
આ સિવાય તે ૨ સ્ટેટ્સ, તીન પત્તી, ઉંગલી, કમિને, રોકી હેન્ડસમ, પ્રહાર અને રાની મુખર્જીની ફિલ્મ હિચકીમાં જાેવા મળ્યા હતા. શિવ કુમાર સુબ્રમણ્યમે ટીવી શૉ મુક્તિ બંધનમાં પણ કામ કર્યુ હતું. શિવ કુમાર વર્ષ ૧૯૮૯થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા હતા.
સૌથી પહેલા તેમણે પરિંદા ફિલ્મ લખી હતી. પરિંદા ફિલ્મમાં જેકી શ્રોફ, અનિલ કપૂર, માધુરી દિક્ષિત, નાના પાટેકર, અનુપમ ખેર વગેરે કલાકારોએ કામ કર્યુ હતું. આ સિવાય તેમણે હઝારો ખ્વાહિશે ઐસી માટે પણ સ્ટોરી અને સ્ક્રિપ્ટ લખ્યા હતા. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને છ મહિનામાં ૧૨ ફિલ્મ ફેસ્ટિવલમાં તે પ્રસારિત કરવામાં આવી હતી. ડિરેક્ટર હંસલ મહેતાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.SSS