Western Times News

Gujarati News

આદિપુરુષના ડિરેક્ટર ઓમ રાઉતે શેર કર્યું પોસ્ટર

મુંબઇ, છેલ્લાં ઘણાં સમયથી ફિલ્મમેકર ઓમ રાઉતની બોલિવૂડ ફિલ્મ ‘આદિપુરુષ’ ચર્ચામાં છે. આ ફિલ્મમાં એક્ટર પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.

રામાયણ આધારિત આ ફિલ્મ ‘આદિપુરુષ’ વર્ષ ૨૦૨૩ની ૧૨મી જાન્યુઆરીએ રિલીઝ થશે. ‘આદિપુરુષ’માં ભગવાન શ્રીરામના રોલમાં પ્રભાસ, રાવણના રોલમાં સૈફ અલી ખાન જ્યારે ક્રિતિ સેનન સીતા માતાના રોલમાં જાેવા મળશે.

ત્યારે પ્રભાસના એક ફેને તેઓને ભગવાન શ્રીરામ તરીકે રજૂ કરતા કેટલાંક પોસ્ટર્સ બનાવ્યા છે. આ પોસ્ટર્સમાં એક્ટર પ્રભાસ ભગવાન શ્રીરામના રોલમાં જાેવા મળી રહ્યા છે.

આદિપુરુષ’ના ડિરેક્ટર ઓમ રાઉતે કહ્યું હતું કે આ ફિલ્મમાં અસત્ય પર સત્યની જીત દર્શાવવામાં આવશે. પ્રભાસનું પોસ્ટર રિલીઝ કરતા ડિરેક્ટરે લખ્યું કે ઉછળતો વીરતાનો સાગર, છલકતું વાત્સ્લય, જન્મ થયો પ્રભુ શ્રીરામનો, નાચી ઉઠ્‌યા દરેક જન ઘર નગર.

એક્ટર પ્રભાસના આકર્ષક મોશન પોસ્ટરમાં તે પહેલી વખત ભગવાન રામ તરીકે જાેવા મળી રહ્યો છે. ઓમ રાઉતના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ ‘આદિપુરુષ’માં ખરાબ પર સારાની જીત જાેવા મળશે. પ્રભાસ આ ફિલ્મમાં ભગવાન રામના રોલમાં જાેવા મળશે. તલવારબાજી અને ધનુષવિદ્યા જેવી પ્રાચીન સમયની લડાઈની તાલીમ પણ લેશે.

પ્રભાસ ‘આદિપુરુષ’માં લીડ રોલ કરશે તેની જાહેરાત થયાના થોડા દિવસો બાદ જ સૈફ અલી ખાન લંકેશનો રોલ કરશે તેવું જાહેર કરાયું હતું. લંકેશ એ લંકાના રાજા રાવણનું બીજું નામ છે ત્યારે સ્પષ્ટ છે કે, સૈફ અલી ખાન ફિલ્મમાં નેગેટિવ રોલમાં જાેવા મળશે. ફિલ્મમાં ક્રિતી સેનન સીતાનો રોલ કરશે.

ઓમ રાઉતે ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’થી હિન્દી ફિલ્મોમાં ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પણ સ્ટુડિયોમાં શૂટ થઈ હતી અને તેના પણ ફહ્લઠ કમાલના હતા.

સ્ટુડિયોમાં જ ફિલ્મ શૂટ કરીને પછી તેમાં ઈફેક્ટ્‌સ આપવી પશ્ચિમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પ્રચલિત કોન્સેપ્ટ છે અને ભારતના ફિલ્મમેકર્સને પણ આ પસંદ પડી રહ્યો છે તેમ સૂત્રએ જણાવ્યું હતું. રિપોર્ટ અનુસાર, પ્રભાસે પોતાની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’ માટે ૧૫૦ કરોડ રુપિયા ફી લીધી છે!SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.