ભારતીની ગેરહાજરીમાં સુરભિ સાથે ફ્લર્ટ કરવા લાગ્યો હર્ષ

મુંબઇ, કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા ૩ એપ્રિલ ૨૦૨૨ના રોજ માતા-પિતા બન્યા છે. ભારતીએ દીકરાને જન્મ આપ્યો છે ત્યારપછી તેણે કામ પરથી બ્રેક લઈ લીધો છે. ભારતી દીકરાના જન્મના એક દિવસ પહેલા સુધી કામ પર ગઈ હતી.
View this post on Instagram
હર્ષ દીકરાના જન્મ પછી પેન્ડિંગ પ્રોજેક્ટ્સ પૂરા કરી રહ્યો છે. તે અત્યારે ટેલેન્ટ રિયાલિટી શૉ હુનરબાઝ દેશ કી શાનને હોસ્ટ કરી રહ્યો છે. ભારતી રજા પર હોવાને કારણે ચેનલે સુરભિ ચંદનાને હાયર કરી છે.
મેકર્સે અપકમિંગ એપિસોડનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે હર્ષ લિંબાચિયા સુરભિ સાથે ફ્લર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હર્ષ તમામ લોકો સાથે સુરભિની ઓળખ કરાવે છે. આ જાેઈને સૌથી પહેલા તો મિથુન ચક્રવર્તી પ્રતિક્રિયા આપે છે. હર્ષ લિંબાચિયા કહે છે કે, દાદા હું આમની મુલાકાત કરાવવા માટે લાવ્યો છું.
આ સાંભળીને મિથુન કહે છે કે, મુલાકાત કરાવો પરંતુ દૂર થી. ત્યારપછી હર્ષ કરણ જાેહર પાસે જાય છે અને હાથ જાેડીને નમસ્તે કરતાં કહે છે, આ આપણા નવા હોસ્ટ છે. કરણ કહે છે, તુ એવી રીતે ઓળખ કરાવી રહ્યો છે જાણે ઘરની નવી વહૂ હોય.
View this post on Instagram
સુરભિ કહે છે કે, મને પણ સમજ નથી પડતી કે આ કેમ આવુ કરી રહ્યા છે. ત્યારપછી હર્ષ કોરિયોગ્રાફર ગીતાને જણાવે છે કે, કરણ સર ઘણું સારું ગીત ગાય છે. ગીતા જણાવે છે કે, હું પણ આજે ચાર લાઈનો શીખીને જઈશ. સુરભિ કહે છે કે, કદાચ આજે મારા આવવાની ખુશીમાં કરણ સર કંઈક ગાઈને સંબળાવે.
કરણ ગીત શરુ કરતા પહેલા જણાવે છે કે, આ જે પણ છે તે ગોડ ગિફ્ટ છે. જે શીખ્યો છું જાતે શીખ્યો છું. સુરભિનો શૉ પર પ્રથમ દિવસ છે અને ગીતાને તો હું વર્ષોથી ઓળખુ છું, તો આ બન્ને સુંદર યુવતીને હું ગીત ડેડિકેટ કરવા માંગીશ.
કરણ ચાંદ મેરા દિલ ચાંદની હો તુમ ગીત ગાય છે. ગીતા મજાકમાં કલર્સને ફોન કરીને કહે છે કે, આ બધાના પૈસા તો તમે મને નથી આપ્યા. આ મજાક મસ્તી કર્યા પછી હર્ષ અને સુરભિ સ્ટેજ પર પાછા જાય છે.
આ દરમિયાન હર્ષ સુરભિના ડ્રેસના વખાણ કરે છે. મિથુન ચક્રવર્તી ફરીથી તેને કહે છે, એ ભાઈ એ, હાથ છોડીને વાત કરે. બાળક શું થઈ ગયું, હવે તુ કમર પર હાથ રાખે છે?SSS