Western Times News

Gujarati News

RRRની ૧૭ દિવસમાં કમાણી ૧૦૨૯ કરોડને પાર

મુંબઇ, સાઉથના સ્ટાર એક્ટર રામચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRRએ ઈતિહાસ રચ્યો છે. રિલીઝના ૧૭ દિવસ પછી RRRએ રવિવાર સુધીમાં સમગ્ર દુનિયામાં રૂપિયા ૧૦૨૯.૦૭ કરોડનો બિઝનેસ કર્યો છે.

ત્રીજા વીકેન્ડમાં RRRની કમાણીમાં જાેરદાર ઉછાળો આવ્યો છે. ડિરેક્ટર એસએસ રાજામૌલીની RRR બીજી એવી ફિલ્મ છે જેણે કમાણીનો આંકડો ૧૦૦૦ કરોડને પાર કર્યો હોય. અગાઉ, એસએસ રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી ૨’એ વર્લ્‌ડવાઈડ કમાણીમાં ૧૦૦૦ કરોડનો આંકડો પાર કર્યો હતો.

હવે બોક્સ ઓફિસ પર ‘RRR’ની મુશ્કેલી આ અઠવાડિયે તારીખ ૧૩ અને ૧૪ એપ્રિલે શરૂ થશે કે જ્યારે સિનેમાઘરોમાં વિજયની ‘બીસ્ટ’ અને યશની ‘કેજીએફ ૨’ રિલીઝ થશે.

અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર RRRનો સામનો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’, ‘બચ્ચન પાંડે’ અને ‘અટેક’ ફિલ્મ સાથે થયો. જેમાં માત્ર ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જ ધીરે-ધીરે કમાણી કરતી જાેવા મળી હતી. પણ, હવે ‘RRR’નો સામનો વિજયની ‘બીસ્ટ’ અને યશની ‘કેજીએફ ૨’ સાથે થશે.

‘કેજીએફ ૨’નું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે હવે એ જાેવાનું રહેશે કે શું RRRનું હિન્દી વર્ઝન ૨૫૦ કરોડના આંકડાને સ્પર્શ કરી શકશે કે નહીં? એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ‘RRR’નું હિન્દી વર્ઝન ૨૪૦ કરોડ આસપાસનો બિઝનેસ કરી શકે છે.

અહીં નોંધનીય છે કે વર્લ્‌ડવાઈડ કમાણીમાં ઇઇઇએ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. RRR ભારતમાં હિન્દી સહિત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થઈ છે. જે તમામની ૧૭ દિવસની કમાણી ૭૩૦ કરોડ આસપાસ પહોંચી ગઈ છે. જ્યારે સમગ્ર વિશ્વમાં RRRએ ૧૦૨૯ કરોડની કમાણી કરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર આ ફિલ્મ ૪૦૦ કરોડમાં બનીને તૈયાર થઈ છે. ફિલ્મના અમુક સીન એવા હતા કે તેને શૂટ કરવા માટે દિવસના ૭૫ લાખ રુપિયા ખર્ચ થતો હતો.

બાહુબલીમાં આપણે જાેયું છે કે રાજામૌલી કેટલા ભવ્ય સેટ તૈયાર કરે છે. એક ઈન્ટર્વ્યુમાં રાજામૌલીએ જણાવ્યું કે, ફિલ્મના ઈન્ટરવલ સિક્વન્સને શૂટ કરવા માટે ૬૫ દિવસનો સમય લાગ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.