રબારી સમાજની અનોખી પરંપરા: માતાના નિધન પર મંદિરે ગૌદાન

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) હિંદુ સનાતન ધર્મમાં આદી અનાદિકાળથી પશુ પક્ષીઓ માટે પણ દાણાપાણીની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. પશુ-પક્ષીઓને પણ ચણ કે ઘાસચારો મળી રહે તેના માટે સંતો મહાત્માઓ યોગ્ય વ્યવસ્થા કરીને ગયેલા છે. જેથી કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે.
માણસના જીવનમાં સારા નરસા પ્રસંગો એ પશુ પક્ષીઓ માટે કંઈક કરી છૂટવાની ભાવના રહેતી હોય છે. રબારી સમાજમાં પશુઓ માટે વિશેષ લાગણી હોય છે. ખેડબ્રહ્મા પાસેના પરોસડા ગામ ના રબારી પ્રેમજીભાઈ ડુંગરાજી રબારીના માતૃશ્રી ધાપુબેન ૧૫ દિવસ પહેલા ૮૧ વર્ષની ઉંમરે ગુજરી ગયાં
ત્યારે શ્રી પ્રેમાજી ડુંગરીજી રબારી તથા ભારત વિકાસ પરિષદના માલજીભાઇ રબારી ધારા સિમેન્ટ વાળા ખેડબ્રહ્મા પાસેના માણેકનાથ મહાદેવ મંદિરે આવેલ અને મહંત શ્રી મનહરદાસજી મહારાજ તથા કાળુભાઈ રબારી ની હાજરીમાં તેઓએ ગંગા નામની ગાયની પૂજા કરી ગાયને ગોળ ખવડાવી ગાય માટે ઘાસચારા માટે આર્થિક સહયોગ આપ્યો હતો.