Western Times News

Gujarati News

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ચામડી, આંખોમાં બળતરાની ફરિયાદોમાં વધારો

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં રેકોર્ડ બ્રેક ગરમીથી જાેખમી સ્થળે પહોંચ્યુ યુવી રેડીયેશન

મોડાસા, સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં રેકોર્ડ બ્રેક ગરમીથી તાપમાનો પારો ઉત્તરોઉત્તર વધતાં જનજીવન હચમચી ગયું છે. સવાર પડતાં જ આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવા ગરમીના કહેરથી અલ્ટ્રાવાયોલેટ રેડીયેશનનું સ્તર પણ જાેખમી રીતે વધી રહ્યું છે. જેના કારણે ચામડી અને આંખોમાં બળતરા થવાની ફરિયાદોમાં એકાએક વધારો થયો છે.

જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીના કારણે પ્રજા તો ઠીક પરંતુ મૂંગા પશુ-પક્ષીઓ પણ અકળાઈ ઉઠ્યાં છે. જિલ્લામાં આ વર્ષે ઉનાળામાં ગરમીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. છ દિવસની હિટવેવની આગાહી વચ્ચે વાતાવરણ અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવો માહોલ અનુભવાઈ રહ્યો છે.

સવાર પડતાં જ સૂર્યનારાયણ આકરા પાણીએ આવી જતા હોવાથી પ્રજા દેહદઝાડતી ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. વધતા જતા તાપમાન કરતાં બંન્ને જિલ્લામાં અલ્ટ્રાવાયોલેટ રેડીયેશનનું હવે જાેખમ વધી ગયું છે. યુવી રેડીયેશન કિરણોમાંથી નિકળતા ભયજનક કિરણો હવે જાેખમી સ્થળે પહોંચી ગયા છે.

જિલ્લામાં યુવી રેડીયેશનનું સ્તર વધતાં ચામડી તેમજ આંખોમાં બળતરા થવાની ફરિયાદોમાં ધરખમ વધારો થયો છે. જિલ્લામાં યુવી ઈન્ડેક્ષ વધતાં ચામડી અને આંખોને નુકસાન પહાંચવાની શક્યતા વધી જતી હોવાથી શક્ય બને તો ગરમીમાં બહાર જવાનું ટાળવું તેમજ શરીર પુરૂ ઢકાઈ રહે તે પ્રકારનાં કપડાં પહેરવાં, માથે ટોપી અને સનગ્લાસ પહેરવા તબીબો અનુરોધ કરી રહ્યા છે.

જિલ્લામાં રેકોર્ડ બ્રેક ગરમીથી જનજીવન બેહાલ બની ગયું છે અને હવે યુવી રેડીયેશનનું જાેખમ વધી ગયું હોવાથી જાે આ જ પ્રકારે તાપમાનનો પારો સતત ઉચકાતો રહ્યો તો જનઆરોગ્ય ખતરામાં મૂકાઈ જવાની દહેશત વ્યક્ત થઈ છે. રેડ એલર્ટ જાહેર કરાયા પછી જિલ્લામાં તાપમાનનો પારો માસના અંતે ૪૫ ડિગ્રીએ પહોંચવાની દહેશત સેવાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.