Western Times News

Gujarati News

વિશ્વભરમાં મોટા ભાગની હોસ્પિટલ્સો સ્માર્ટ-ICU સોલ્યુશનને અપનાવશે

ક્લાઉડ ફિઝિશિયનનું સ્માર્ટ-આઇસીયુ સોલ્યુશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દેશભરની હોસ્પિટલના શ્રેષ્ઠ ઇન્ટેન્સિવિસ્ટને એક્સેસ આપે છે

ભારતમાં પ્રતિ એક લાખ લોકો સામે અંદાજે માત્ર 2.3 બેડના ક્રિટિકલ કેર સ્રોતો છે.-જર્મની અને કેનેડામાં પ્રતિ એક લાખ લોકોની વસતી સામે આ સંખ્યા અનુક્રમે 29.2 અને 12.9 બેડ છે.

નવા યુગની ટેક્નોલોજી સક્ષમ હેલ્થકેર ડિલિવરી કંપની ક્લાઉડ ફિઝિશિયને સમગ્ર ભારતમાં હોસ્પિટલ્સમાં આઇસીયુ દર્દીઓના સંચાલન માટે સ્માર્ટ-આઇસીયુ પ્લેટફોર્મ વિકસાવ્યું અને તૈનાત કર્યું છે.

ઉચ્ચ પ્રશિક્ષિત ક્લાઉડ ફિઝિશિયન ઇન્ટેન્સિવિસ્ટ બેંગ્લોરમાં કેર સેન્ટર મુખ્યાલયમાંથી 24X7 આઇસીયુ દર્દીઓનું સંચાલન કરે છે. Cloudphysician’s Smart-ICU Solution provides access to India’s best intensivists to hospitals across India using technology

સર્વિસ તરીકે આ હેલ્થકેર પ્લેટફોર્મની શરૂઆત ડો. ધ્રુવ જોશી અને ડો. દિલિપ રમન દ્વારા કરવામાં આવી હતી. આ બંન્ને ક્રિટિકલ કેર ડોક્ટર્સ અને પલ્મોનોલોજીસ્ટ છે, જેઓ ભારતમાં કંપનીની સ્થાપના માટે પરત ફરતાં પહેલાં યુએસએ, ઓહાયોમાં ક્લીવલેન્ડ ક્લિનિકમાં કામ કરતાં હતાં.

અમદાવાદમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિનની 28મી વાર્ષિક કોન્ફરન્સ ક્રિટિકેર 2022માં સંબોધન કરતાં ક્લાઉડ ફિઝિશિયનના સહ-સ્થાપક અને ચીફ ઓફ હેલ્થકેર દિલિપ રમને જણાવ્યું હતું કે, “ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે હેલ્થકેરને ઉન્નત બનાવી શકાય તે વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવામાં ભારત પ્રમુખ બની શકે છે.

ભારતની વિશાળ ભૂગોળને જોતાં કોઇપણ સ્થળે આઇસીયુમાં દાખલ સૌથી ગંભીર દર્દીઓને સારી સેવા સાથે સાજા થવામાં મદદરૂપ બની શકે તેવાં ટેક્નોલોજી સોલ્યુશન્સ આપણે શોધવા જરૂરી છે. ક્લાઉડફિઝિશિયને સમગ્ર ભારતમાં 70 હોસ્પિટલ્સમાં આઇસીયુનું સંચાલન કર્યું છે

તથા દેશભરમાં 35,000થી વધુ ગંભીર દર્દીઓને સેવા પ્રદાન કરી છે, જેના પરિણામે કેર પ્રોટોકોલ્સના ધોરણોનું સર્વોચ્ચ પાલન કરતાં દર્દીઓમાં નોંધપાત્ર સુધારો તથા મૃત્યુદરમાં ઘટાડો થયો છે.” ક્રિટિકેરના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. અરિન્દમ કારે જણાવ્યું હતું કે, “ભારતમાં પ્રતિ એક લાખ લોકો સામે અંદાજે માત્ર 2.3 બેડના ક્રિટિકલ કેર સ્રોતો છે.

તેના સંદર્ભમાં જર્મની અને કેનેડામાં પ્રતિ એક લાખ લોકોની વસતી સામે આ સંખ્યા અનુક્રમે 29.2 અને 12.9 બેડ છે. આઇસીયુ અને આઇસુયી ડોક્ટર્સની મોટી જરૂરિયાત છે. ટેક્નોલોજી મહત્વપૂર્ણ પરિબળ બની શકે છે – તે આ ખાઇ પૂર્ણ કરવામાં ઉપયોગી થઇ શકે છે. દરેક હોસ્પિટલે સુસંગત રહેવા માટે ટેક્નોલોજીને સાંકળવી જ પડશે.

ક્લાઉઝફિઝિશિયન દ્વારા વિકસિત સોલ્યુશનને મેં જોયું છે અને તે ખરા અર્થમાં ક્રાંતિકારી છે. તે હોસ્પિટલને તેના દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરવામાં મદદરૂપ બને છે તથા કોઇપણ સ્થળેથી તેના કર્મચારીઓ જરૂરી સહયોગ પ્રાપ્ત કરી શકે છે.

દરેક મોટી હોસ્પિટલ્સે તેમના ક્રિટિકલ કેરને સ્ટ્રીમલાઇન અને સ્ટાઇન્ડર્ડાઇઝ કર્યાં છે તથા ક્લાઉડફિઝિશિયનના અદ્યતન રડાર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કાર્યક્ષમતા અને જવાબદેહિતા પ્રદાન કરી છે.

આ કોન્ફરન્સમાં વિશ્વના આશરે 20 દેશોના 150થી વધુ શહેરોના 2500થી વધુ સહભાગીઓ સામેલ થયાં છે. અમે 25 વિવિધ લર્નિંગ ફોર્મેટ્સમાં 15 વર્કશોપ યોજી રહ્યાં છીએ. કોવિડ મહામારીને કારણે આપણે દર્દીઓના સંચાલન બાબતે પરંપરાગત વિચારસરણીમાંથી બહાર આવ્યાં છીએ અને આપણે આગામી 10 વર્ષ સુધી દર્દીઓનું સંચાલન કરી શકીશું.”

ક્લાઉડફિઝિશિયનના સહ-સ્થાપક અને સીઇઓ ડો. ધ્રુવ જોશીએ જણાવ્યું હતું કે, “કોઇપણ હોસ્પિટલમાં આઇસીયુમાં સૌથી ગંભીર દર્દી હોય છે તથા બીજી તરફ ભારતમાં અને વિશ્વભરમાં આ દર્દીઓના સંચાલન માટે 24 કલાક અને 7 દિવસ ઉચ્ચ નિપૂંણતાની ઉપલબ્ધતાનો મોટો પડકાર છે.

આઇસુયીમાં દર્દીઓ બિમારીના વિવિધ તબક્કામાં હોય છે ત્યારે તેમની સારવાર કરતાં હોસ્પિટલના ફિઝિશિયનને આ ગંભીર દર્દીઓ ઉપર વ્યક્તિગત ધ્યાન આપવું જરૂરી બને છે. અમારું સ્માર્ટ-આઇસીયુનું રિમોટ કેર સેન્ટર સોલ્યુશન એક સપોર્ટ લેયરની રચના કરે છે, જેનાથી હોસ્પિટલ અને તેના કર્મચારીઓને ઘણી રાહત મળે છે.

અમારું સોલ્યુશન વ્યાપક સ્તરે અપનાવવામાં આવ્યું છે કારણકે હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ 24 કલાક અને 7 દિવસ તેમની હાથમાં જ રિયલટાઇમ માહિતી અને સહયોગ મેળવે છે તથા ક્લાઉડફિઝિશિયન દ્વારા આઇસીયુના સંચાલનથી દર્દીઓ ઝડપથી સાજા થઇ શકે છે.

આગામી કેટલાંક વર્ષોમાં અમારું માનવું છે કે વિશ્વભરમાં મોટાભાગના હોસ્પિટલ્સ સ્માર્ટ-આઇસીયુ સોલ્યુશનને અપનાવશે કારણકે તે જીવન, નાણા બચાવે છે તથા ક્લિનિસિયન્સ અને દર્દીના પરિવારની ચિંતા ઘટાડે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.