Western Times News

Gujarati News

PNB સાથે 7000 કરોડની છેતરપિંડી કરનાર નિરવ મોદીના સાગરીત સુભાષને મુંબઈ લવાયો

નીરવના અત્યંત નજીકના એવા સુભાષ શંકરને કાહિરાથી ભારત લવાયો: 2018માં જ નીરવ સાથે વિદેશ ભાગ્યો હતો. 

નવીદિલ્હી, બેન્ક સાથે હજારો કરોડોની છેતરપિંડી કરવાના ગુનામાં ભાગેડું કારોબારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે તો સીબીઆઈને મોટી સફળતા મળી છે. Nirav Modi’s close aide Subhash Parab brought back from Cairo arrested in Mumbai

સીબીઆઈએ નીરવ મોદીના મહત્ત્વના સાથી એવા સુભાષ શંકરને કાહિરાથી મુંબઈ પરત લાવવામાં સફળતા મેળવી છે. સીબીઆઈ તેને દેશમાં પરત લાવવા માટે ઘણા લાંબા સમયથી ઓપરેશન ચલાવી રહી હતી. જાણકારી પ્રમાણે 49 વર્ષીય સુભાષ શંકર 2018માં નીરવ મોદી સાથે ભારતથી ભાગી ગયો હતો.

સુભાષને નીરવ મોદીનો સૌથી નજીકનો વ્યક્તિ ગણવામાં આવે છે. સીબીઆઈ હવે સુભાષને મુંબઈની કોર્ટમાં રજૂ કરાવીને પોતાની કસ્ટડીમાં લેશે. વર્ષ 2018માં ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેન્ક કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈના અનુરોધ પર નીરવ મોદી, તેના ભાઈ નિશાલ મોદી અને તેના કર્મચારી સુભાષ શંકર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

ઈન્ટરપોલે ચાર વર્ષ પહેલાં મુંબઈની એક વિશેષ અદાલતમાં સીબીઆઈ દ્વારા દાખલ આરોપનામું અને ત્યાંના વિશેષ ન્યાયાધીશ જે.સી.જગદાલે દ્વારા ઈશ્યુ કરાયેલા ધરપકડ વોરંટના આધારે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે અંદાજે 7000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. આ કાંડ કરીને તે વિદેશ ભાગી ગયો હતો. અત્યારે તે લંડનની એક જેલમાં છે જેથી ભારત સરકાર તેને પરત લાવવાની દરેક કોશિશ કરી રહી છે.

નીરવ મોદીએ 2017માં પોતાની કંપની ફાયરસ્ટાર ડાયમંડ દ્વારા પ્રતિષ્ઠિત રિધમ હાઉસ બિલ્ડિંગ ખરીદ્યું હતું. તેનો પ્લાન આ બિલ્ડિંગને હેરિટેજ પ્રોપર્ટીમાં બદલવાનો હતો. એવું મનાય છે કે તેણે મોટાભાગની મિલકતો પંજાબ નેશનલ બેન્ક સાથે કૌભાંડ આચરીને જ ખરીદી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.