Western Times News

Gujarati News

રિતિકની ‘ક્રિશ ૪’ રાકેશ રોશનના બદલે સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટર કરશે

મુંબઈ, રાકેશ રોશનની તબિયત સારી નથી રહેતી તેથી ‘ક્રિશ ૪’ની ફૅન્સની આશાઓ લગભગ ખતમ થઈ ગઈ હતી, ત્યારે હવે સિદ્ધાર્થ આનંદે સોશિયલ મીડિયા પોસ્ટ થકી કન્ફર્મ કર્યું છે કે ફર્સ્ટ ઇન્ડિયન સુપર હિરો ળેન્ચાઇઝી ફિલ્મ તે ડાયરેક્ટ કરી રહ્યા છે.

સિદ્ધાર્થ અને રિતિક આ પહેલાં પણ સાથે કામ કરી ચૂક્યા છે. ‘ક્રિશ ઇઝ કમિંગ’ લખેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં કોઈને જવાબ આપતાં સિદ્ધાર્થે લખ્યું કે, ‘હા, એ આવે છે.’

આ વાતથી ક્રિશના ફૅન્સ ઉત્સાહમાં આવી ગયા છે. આ જવાબથી એવી અટકળો લાગી રહી છે કે આ ફિલ્મનું ડિરેક્શન રાકેશ રોશનના બદલે સિદ્ધાર્થ આનંદ કરશે. જો આ સાચું હોય તો તે રિતિક સાથે ચોથી વખત કામ કરશે. આ પહેલાં તેઓ ‘બેંગ બેંગ’, ‘વાર’ અને ‘ફાઇટર’માં સાથે કામ કરી ચૂક્યા છે.

આ પહેલા જ્યારે રિતિક ‘વાર-૨’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે એવા અહેવાલો આવેલાં કે રિતિક ક્રિશનું આગળનું પ્રકરણ તૈયાર કરવામાં ખૂબ રસપૂર્વક કામ કરી રહ્યો છે. તેના પિતા અને લેખકોની ટીમ સાથે મળીને તેઓ આગળની ફિલ્મો જેવી જ રસપ્રદ ફિલ્મ એક વર્ષની અંદર તૈયાર કરશે.

હાલ ફિલ્મના પ્લોટ વિશે ચોક્કસ માહિતી મળી નથી પરંતુ અગાઉ એવી ચર્ચાઓ હતી કે ક્રિશ ૪માં સુપર હિરો કેરેક્ટર્સ એકમાંથી બીજી અવકાશી ગેલેક્સીઓમાં ટ્રાવેલ કરશે. ત્યારે ૨૦૨૪ સુધીમાં ફાઇનલ કન્સેપ્ટ તૈયાર થઈ જવાની ચર્ચા હતી. ૨૦૨૫માં તેનું શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.