ફેન્સ ફિલ્મ KGF-૨ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે

બ્લોકબસ્ટર છે KGF ચેપ્ટર ૨, ક્લાઈમેક્સ તમારા રૂંવાડા ઉભા કરી દેશે
મુંબઈ, જેની દર્શકો લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા છે તે ફિલ્મ KGF-2 (Kolar Gold Field) હવે રીલિઝ થવાની તૈયારીમાં છે. યશ, સંજય દત્ત, રવીના ટંડન સ્ટારર આ ફિલ્મ ૧૪મી એપ્રિલના રોજ રીલિઝ થવાની છે.
રીલિઝ પહેલા જ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફિલ્મ સુપરહિટ થશે. ફિલ્મનું બંપર એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું છે. બુકિંગ પરથી અંદાજાે લગાવી શકાય કે, ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર કમાણીનો ઈતિહાસ રચી શકે છે. જાે તમે પણ ટિકિટ બુક કરાવી લીધી હોય અથવા તો બુક કરાવવાનો વિચાર કરતા હોવ તો ફિલ્મનો પ્રથમ રિવ્યૂ પણ સામે આવી ગયો છે.
ઈન્ડિયન ઓવરસીઝ બોર્ડના સભ્ય ઉમૈર સંધુએ તાજેતરમાં જ આ ફિલ્મ જાેઈ અને જણાવ્યું કે ફિલ્મ કેવી છે. ઉમૈર સંધુએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેજીએફ ૨નો રિવ્યૂ શેર કર્યો છે. તેમણે ફિલ્મના વખાણ કર્યા છે અને તેને ૫ સ્ટાર આપ્યા છે.
ઉમૈર સંધુએ લખ્યું છે કે, ફિલ્મના સીન્સ ઘણાં જ આકર્ષક અને ભવ્ય છે. વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પણ ઘણી સારી છે જે ફિલ્મને પ્રભાવશાળી બનાવે છે. એક્શન સીન એવા છે જે તમને અવારનવાર જાેવાનું મન થશે.
ફિલ્મની કાસ્ટ ઘણી સારી છે, તેમણે અત્યંત દમદાર પ્રદર્શન આપ્યું છે. આખી ફિલ્મમાં હીરો અને વિલન પર તમારી નજર રહેશે. યશ એકદમ ઈલેક્ટ્રીફાઈંગ લાગી રહ્યો છે અને સંજય દત્ત પણ કમાલ છે. KGF એ તોફાન છે જે બોક્સ ઓફિસના દૂકાળને સમાપ્ત કરી દેશે.
ઉમૈર સંધુએ રિવ્યૂ કરતાં જણાવ્યું કે, ફિલ્મમાં શરુઆતથી જ સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું છે અને ક્લાઈમેક્સ જાેઈને રૂવાંટા ઉભા થઈ જશે. ફિલ્મમાં હાઈ ઓક્ટેન સ્ટંટ અને એક્શન સીન્સ છે જે તમને ફિલ્મ સાથે બાંધી રાખશે. ઉલ્લેખનીય છે કે પ્રશાંત નીલ આ ફિલ્મના ડિરેક્ટર છે. ફિલ્મ મૂળ રુપે કન્નડ ભાષામાં બનેલી છે, પરંતુ તેને અન્ય ભાષાઓમાં પણ રીલિઝ કરવામાં આવશે.
નોંધનીય છે કે KGF-૨ની સાથે સાથે શાહિદ પૂર અને મૃણાલ ઠાકુર સ્ટાટર JERSY પણ રીલિઝ થવાની હતી. પરંતુ રીલિઝના ૩ દિવસ પહેલા જ તેની તારીખ બદલી કાઢવામાં આવી છે. શક્ય છે કે KGF-2 ને કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધોવાઈ ન જાય તે માટે આ ર્નિણય લેવામાં આવ્યો હોઈ શકે.