Western Times News

Gujarati News

રાખી સાવંતને તેના મિત્રોએ કાર ગિફ્ટમાં આપી.

રાખી સાવંતે જણાવ્યું કે તેના મિત્રોએ આ કાર તેને ગિફ્ટમાં આપી છે ઃ મિત્રો સાથે કેક કાપીને કારની ઉજવણી કરી

મુંબઈ,  રાખી સાવંત સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ફની વીડિયોઝ શેર કરતી રહે છે. આ સિવાય ફોટોગ્રાફર્સ સાથેની તેની વાતચીત પણ ઘણી મજાની હોય છે. આજે રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે જાણકારી આપી છે કે તેને નવી BMW કાર ગિફ્ટમાં મળી છે.

આ વીડિયો જાેયા પછી રાખી સાવંતના ફેન્સ ઘણાં ખુશ છે. કારણકે થોડા સમય પહેલા જ રાખી એક લક્ઝરી કાર શૉ રુમ પહોંચી હતી અને બહાર નીકળીને ફોટોગ્રાફર્સને તેણે કહ્યુ હતું કે, મારી પાસે ૫૦-૬૦ લાખ રુપિયા નથી કે હું નવી કાર ખરીદી શકું.

રાખી સાવંતે આજે શેર કરેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે એક શાનદાર BMW કાર ત્યાં છે. કારની ઉપર કંપનીના લોગો વાળી કેક પણ મૂકવામાં આવી છે. જેણે કાર ગિફ્ટ કરી છે તેમની સાથે મળીને રાખીએ કેક કાપી. વીડિયો શેર કરતાં રાખીએ કેપ્શનમાં લખ્યું , મારી નવી ગિફ્ટેડ કાર. આ વીડિયો પર કોમેડિયન કૃષ્ણા અભિષેકના પત્ની કાશ્મીરા શાહે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે રાખીને શુભકામના પાઠવી છે.

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાખી એક લક્ઝરી કાર શૉરુમની બહાર જાેવા મળી હતી. તે સમયે રાખીએ કહ્યુ હતું કે, હું અહીં માત્ર કાર જાેવા માટે આવી છું, કારણકે મને લાગ્યું કે કોરોનામાં ગાડીઓ સસ્તી થઈ ગઈ હશે. પરંતુ ૫૦-૬૦ લાખ રુપિયા કોણ આપશે. હું સલમાન ખાનની બહેન છું, ફ્રેન્ડ છું, પણ સલમાન ખાન નથી. મારી જૂની લાલ ગાડી જ ઠીક છે.

રાખી સાવંત થોડા દિવસ પહેલા જ RRRની સક્સેસ પાર્ટીમાં જાેવા મળી હતી. તેણે રામ ચરણ અને જૂનિયર એનટીઆર સાથે વીડિયો રેકોર્ડ કર્યો હતો. એ સમયે વીડિયો સામે આવ્યો હતો જેમાં કરણ જાેહરે રાખીને ઈગ્નોર કરી હોય તેમ જણાઈ રહ્યુ હતું. આ જાેઈને લોકોએ કરણ જાેહરની ટીકા કરી હતી પરંતુ રાખીએ ખુલાસો આપીને કરણ જાેહરનો બચાવ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.