Western Times News

Gujarati News

૧૭ એપ્રિલે સૂર્યોદય પહેલા 4 ગ્રહ એક લાઈનમાં આવશે

નવી દિલ્હી, ટૂંક સમયમાં સૌર મંડળમાં એક અદ્દભૂત નજારો જાેવા મળશે. જાેકે, ૪ મહત્વપૂર્ણ ગ્રહ એક જ લાઈનમાં આવવાના છે. ગ્રહોને આવી સીધી રેખામાં આવવાથી આકાશમાં અદભૂત નજારો જાેવા મળશે.

ખગોળ પ્રેમીઓ માટે આ સ્થિતિ કોઈ ભેટથી ઓછી નહીં હોય. આગામી ૧૭ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધી શનિ, મંગળ, શુક્ર અને ગુરુ એક સીધી રેખામાં જાેવા મળશે. ૧૭ એપ્રિલે સૂર્યોદય પહેલા જ એક ગ્રહ એક લાઈનમાં આવવા લાગશે, પરંતુ સૌથી ખુબસુરત નજારો ૨૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ દેખાશે.

આ દિવસે તમામ ચારેય ગ્રહો એક સાથે એક લાઈનમાં હશે. આ અદ્દભૂત નજારાને જાેવાનો યોગ્ય સમય ૨૦ એપ્રિલે સૂર્યોદય પહેલાનો રહેશે. ખુશીની વાત એ પણ છે કે ૪ ગ્રહો આ રીતે એક જ રેખામાં દેખાતા આ સુંદર નજારો ભારતમાં પણ જાેઈ શકાશે. જાે કે, આવી તક ફક્ત તે વિસ્તારના લોકોને જ મળશે, જે પ્રદૂષણ મુક્ત છે.

ખગોળશાસ્ત્રીઓના મતે જાે આપણે ગ્રહોના ક્રમ વિશે વાત કરીએ તો ગુરુ નીચેથી ડાબેથી જમણે રેખામાં પ્રથમ હશે. આ પછી શુક્ર, પછી મંગળ અને પછી શનિ હશે.

આ સમય દરમિયાન ગુરુને જાેવામાં સૌથી મુશ્કેલ હોઈ શકે છે કારણ કે તે ક્ષિતિજની ઉપર હશે અને ત્યાં સામાન્ય રીતે ગ્રહોના પ્રકાશમાં ઘટાડો થાય છે. તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ ૨૦૦૫માં આવો નજારો જાેવા મળ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.