Western Times News

Gujarati News

આંબેડકરજી ના જન્મદિવસ નિમિત્તે ગોધરામા તેમની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી

ગોધરા,14 એપ્રિલ ભારતના બંધારણના ઘડવૈયા વિશ્વમાનવ ડોક્ટર બાબા સાહેબ ભીમ રાવ આંબેડકર જીના જન્મદિવસ નિમિત્તે ગોધરા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા એસ સી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન એડવોકેટ રાજેશ અડિયલ ના નેતૃત્વમાં અને પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસ ના માર્ગદર્શન હેઠળ ડોક્ટર બાબા સાહેબ ની દેશ સેવાઓને યાદ કરી.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અજીતસિંહ ભાટી ,પ્રદેશ પ્રતિનિધિ રફીક તિજોરી વાલા, કોંગ્રેસ આગેવાન વી કે ખાટ સાહેબ, માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલ, જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ મિકી જોસેફ, ગોધરા શહેર કોંગ્રેસ પ્રમુખ સિદ્દીક ચલાલીવાળા, જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ  સન્ની શાહ, લીગલ સેલ ચેરમેન જય ગણેશ, ઓબીસી આગેવાન ગણપત વકીલ, ગોધરા વિધાનસભા યુવા સાગર શેખ ,સોશિયલ મીડિયાના સ્ટેટ એક્ઝિક્યુટિવ કાજલબેન પરમાર ,નરસિંહ ભાઈ ફારૂક, વોરા યાકુબ ,બકકર યુવા આગેવાન ઉવેસ કલંદર, એમ એન પટેલ, ઉમેશ શાહ રૂહુલઅમીન મેદા , ઉદય પટેલ, ઈરફાન ગાજી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો કાર્યકરો એ ઉપસ્તિથ રહી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી તેઓની દેશ સેવાઓ ને યાદ કરી શ્રદ્ધા સુમન- સ્મરણ કરેલ હતુ

તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.