Western Times News

Gujarati News

સમયસર ટેક્સ રિટર્ન નહીં ભરવાથી મુશ્કેલી થઈ શકે

મુંબઇ, ઈન્કમટેક્સ રિટર્ન સમયસર ભરવાની બાબત પણ ખૂબ મહત્વપૂર્ણ છે. સમયસર ઈન્કમટેક્સ રિટર્ન નહીં ભરવાની સ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઈન્કમટેક્સ રિટર્ન જો સમયસર ભરવામાં આવ્યા નથી અને નોટિસ મળી ગઈ છે તો સમયસર નોટિસનો જવાબ આપવામાં આવે તે પણ જરૂરી છે. નોટિસનો જવાબ આપવાની નિષ્ફળતામાં મુશ્કેલ પરિણામનો સામનો કરવો પડી શકે છે.

હાલના જ નિર્ણયમાં દિલ્હી હાઈકોર્ટે ઈન્કમટેક્સ રિટર્ન નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાની અંદર નહીં ભરવાની સ્થિતિમાં પ્રોસીક્યુશન સંબંધિત કાર્યવાહીને લઈને સ્પષ્ટતા કરી હતી. ઈન્કમટેક્સ એેક્ટની કલમ ૧૩૯(૧) હેઠળ નક્કી કરવામાં આવેલી તારીખની અંદર ઈન્ટમટેક્સ રિટર્ન નહીં ભરવાની સ્થિતિમાં કાયદાની જાગવાઈઓ રહેલી છે. એક વ્યક્તિગત કરદાતા જો ઈન્કમટેક્સ એક્ટની કલમ ૧૩૯ (૧) હેઠળ નિર્ધારીત સમયની અંદર ૨૦૦૩-૦૪ થી ૨૦૦૫-૦૬ના મૂલ્યાંકન વર્ષ માટે ઈન્કમટેક્સ રિટર્ન ભરવામાં નિષ્ફળ રહ્યા બાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ ઉપરાંત આ વ્યક્તિગત નોટિસના જવાબ આપવામાં પણ નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ ઓફિસર દ્વારા કરદાતાની સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. કલમ ૨૭૬ સીસી હેઠળ સજાપાત્ર જાગવાઈ રહેલી છે. કરદાતાની વિરૂદ્ધમાં નીચલી કોર્ટના ચુકાદા બાદ આ વ્યક્તિએ હાઈકોર્ટમાં રજુઆત કરી હતી અને ઘણી બધી બાબતોનો ખુલાસો કર્યો હતો.

આખરે આ વ્યક્તિને જે રકમ વિચારવામાં આવી હતી તેના કરતા પણ વધુ રકમ ટેક્સ રૂપે ચૂકવવાની જરૂર પડી હતી. આનો મતલબ એ થયો કે સમયસર ટેક્સ ચૂકવણી પણ મહત્વની બાબત છે. શશી એન્ટરપ્રાઈઝના કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના સંદર્ભમાં વિવિધ બાબતોને ધ્યાનમાં લઈને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો હાથ ધરવામાં આવ્યો હતો. શશી એન્ટરપ્રાઈઝ સામે કલમ ૨૭૬ સીસી હેઠળ પ્રોસીક્યુશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કારણ કે આ કંપની ઈન્કમટેક્સ રિટર્ન દાખલ કરવામાં નિષ્ફળ રહી હતી. ટેક્સ નિષ્ણાતોનું પણ કહેવું છે કે રિટર્ન નહીં દાખલ કરવાની બાબત પ્રોસીક્યુશન તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં સમયસર ટેક્સની ચૂકવણી મહત્વપૂર્ણ બાબત છે. કલમ ૨૬૭ સીસી હેઠળ જા કરદાતા ફાઈલ રિટર્ન કરવામાં નિષ્ફળ રહે છે અને ઈન્કમટેક્સ નોટિસિનો જવાબ પણ આપતો નથી તો આવી સ્થિતિમાં તેમના પર કેસના આધાર ઉપર ત્રણ મહિનાથી લઈને ૭ વર્ષની સજા થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.