Western Times News

Gujarati News

હવે મોંઘી દાળને લઇ ચિંતા વધી: આયાત સીમા વધશે

નવી દિલ્હી, દાળોની વધતી જતી કિંમતોના કારણે સરકાર ચિંતાતુર દેખાઇ રહી છે. આના કારણે હવે વિવિધ પગલા લેવાની શરૂઆત પણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે હવે તેના આયાતની સમયમર્યાદાને વધારી દેવાની તૈયારીમાં છે. સરકારે ૩૧મી ઓક્ટોબર સુધી દાળની આયાત કરવા માટેની મંજુરી પણ આપી દીધી છે. કારોબારીઓ અને આયાતકારોએ હાલમાં સરકારને અનાજ તેમજ દાની આયાત કરવા માટેની સમય મર્યાદામાં એક મહિના માટે વધારો કરવાની માંગ કરી હતી. આને લઇને ગયા સપ્તાહમાં કારોબારીઓ દ્વારા વિદેશ વેપાર મહાનિર્દેશાલયના અધિકારીઓની સાથે બેઠક યોજી હતી.

હાલમાં જાણકાર લોકોના કહેવા મુજબ છેલ્લા ૧૫ દિવસના ગાળામાં જ દસ રૂપિયા સુધીનો જારદાર ઉછાળો નોંધાઇ ગયો છે. છેલ્લા ૧૫ દિવસના ગાળામાં જ દાળોમાં સાતથી ૧૫ રૂપિયાનો વધારો થઇ જતા સરકારની ચિંતા વધી ગઇ છે. મગ મોગર દાળદસ રૂપિયા વધી ગઇ છે. જેથી તેની કિંમત વધીને પ્રતિ કિલો ૯૫ રૂપિયા થઇ ગઇ છે. બીજી બાજુ અડધ દાળની કિંમતમાં સાત રૂપિયાનો વધારો થયો છે. જેથી તેની કિંમત રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી રહી છે. કારોબારી લોકોનુ કહેવુ છે કે કિંમતોમાં તેજી આવવા માટે કેટલાક કારણો રહેલા છે.

દાળ અને શાકભાજીની કિંમતમાં ભારે વધારો થઇ રહ્યો છે. જેથી સરકારે દાળની આયાતમાં ઉલ્લેખનીય રીતે વધારો થયો છે. સરકારે કેટલાક અન્ય પગલા પણ લીધા છે. તહેવારની સિઝનમાં લોકોને હેરાની ન થાય તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. સરકારે અડધની દાળની આયાત માટે ચાર લાખ ટન અને મગની દાળ માટે આયાત માટે ૧૫-૧૫ લાખ ટનના ક્વોટાને રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ ભારત અને મોજામ્બિક વચ્ચે હાલમાં સમજુતી થયેલી છે. આ સમજુતી હેઠળ ૧.૭૫ લાખ ટન વધારાની અડધની આયાત કરવામાં આવનાર છે. મોંઘી દાળના કારણે સરકાર પરેશાન દેખાઇ રહી છે.

સરકાર ૩૧મી ઓક્ટોબરના દવસ સુધી દાળની આયાતને મંજુરી આપી ચુકી છે. ઓલ ઇન્ડિયા દાળ મિલર્સ એસોસિએશનના અદ્યક્ષ સુરેશ અગ્રવાલે કહ્યુ છે કે દાળની કિંમતોમાં મજબુતી રહેશે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક હિસ્સામાં વરસાદના કારણે માઠી અસર થઇ રહી છે. આના કારણે ગરમીની સિઝન પર તેની અસર દેખાશે. વેપારીઓ અને મિલો તરફથી દાળની નવેસરની ખરીદી કરવામાં આવી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.