Western Times News

Gujarati News

આંબેડકર જયંતિ પ્રસંગે એક રૂપિયે લીટર પેટ્રોલ વેચવામાં આવ્યું

મુંબઈ, આખા દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાનને સ્પર્શી રહી છે. લગભગ દરેક રાજ્યમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર ચાલી ગઈ છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ગઈકાલે એટલે કે ૧૪મી એપ્રિલના રોજ એક પેટ્રોલ પંપ પર એક રૂપિયે લીટર પેટ્રોલ વેચવામાં આવ્યો હતું. આ પેટ્રોલ પંપ સોલાપુર જિલ્લામાં આવેલો છે.

એક લીટર રૂપિયા પેટ્રોલ ખરીદવા માટે અહીં લાઈનો લાગી ગઈ હતી. એક રૂપિયે લીટર પેટ્રોલની જાહેરાત બાદ પરિસ્થિતિ એટલી વણસી કે પોલીસને બોલાવવી પડી હતી.

હકીકતમાં ગઈકાલે ૧૪મી એપ્રિલના રોજ આંબેડકર જયંતિ પ્રસંગે એક રૂપિયે લીટર પેટ્રોલ વેચવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન રાહુલ સર્વોગડે કર્યું હતું.

રાહુલ સર્વોગડેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “આજે પેટ્રોલ-ડીઝલની કિંમત ૧૧૦ રૂપિયાને પાર ચાલી ગઈ છે. અમે મોદી સરકારના આ પગલાંનો વિરોધ કરવા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જંયતિ પ્રસંગે અમે ગ્રાહકોને આ નાની ઑફર આપી છે.

રાહુલ સર્વોગડે જણાવ્યું કે, અમે ૫૦૦ લોકોને એક રૂપિયે લીટર પેટ્રોલ આપવાનો ટાર્ગેટ રાખ્યો હતો. ભારે ભીડને પગલે આ ટાર્ગેટ બપોરે જ પતિ ગયો હતો. શરત એવી હતી કે એક વ્યક્તિ એક લીટર જ પેટ્રોલ ભરાવી શકે છે. આ રીતે અમે ૫૦૦ લોકોને એક રૂપિયામાં એક લીટર પેટ્રોલ આપ્યું હતું.

આ યોજનાનો લાભ લેવા માટે સવારથી જ પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો લાગી હતી. અનેક લોકો પોતાની બાઇક અને મોટરસાઇકલ લઈને સવારથી જ પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા. સ્થિતિ કાબૂ બહાર જતા અહીં પોલીસ બોલાવવી પડી હતી.

પોલીસે મામલો સંભાળ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય શહેરોમાં પેટ્રોલની કિંમતની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૨૦.૫૧ રૂપિયા, કોલ્હાપુરમાં ૧૨૧.૫૦ રૂપિયા, નાગરપુરમાં ૧૨૦.૧૫ રૂપિયા, નાસિકમાં ૧૨૦.૫૭ રૂપિયા, પુણેમાં ૧૨૦.૭૪ રૂપિયા, થાણેમાં ૧૨૦.૫૦ રૂપિયા અને ઔરંગાબાદમાં ૧૨૧.૮૦ રૂપિયા પ્રતિ લીટર છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે.

તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જાેડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે.

વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.