Western Times News

Gujarati News

દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ સ્થાપવાની કેન્દ્ર સરકારની નીતિ

કચ્છમાં લેઉવા પટેલ સમાજ દ્વારા રાષ્ટ્રને સમર્પિત થઈ રહેલ કે. કે. પટેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના કાર્યક્રમને ભુજ મધ્યે કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રીશ્રી મનસુખ માંડવીયા, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદશ્રી વિનોદ ચાવડાએ દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકાયો હતો. PM Narendra Modi inaugurated KK Patel Super Speciality Hospital in Bhuj- Gujarat. The hospital has been built by Shree Kutchi Leuva Patel Samaj Bhuj.

કચ્છના લોકોને કિડની, ન્યૂરો, કેન્સર સહિતના રોગોની સારવાર માટે રાજકોટ જવું નહીં પડે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભુજ ખાતે કે.કે.પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના ઇ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી ભુજમાં લેઉવા પટેલ સમાજ નિર્મિત 200 પથારીવાળી કે કે પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરતી વખતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદબોધન કર્યુ હતુ અને જણાવ્યુ હતું કે,   દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ સ્થાપવાની કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહ્યુ છે.

ગુજરાતના ભુજમાં લેઉવા પટેલ સમાજ નિર્મિત 200 પથારીવાળી કે કે પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2019 માં કચ્છ જિલ્લાના ભુજ ખાતે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે તથા નિતીન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, 2 દાયકા પહેલા ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી અને 1100 સીટો હતી. જ્યારે હવે 6000 થી વધુ સીટો અને 36 મેડિકલ કોલેજો થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.