Western Times News

Gujarati News

ગોધરાના મકાનમા ક્રિકેટ નો સટ્ટો પકડવા જતા દારૂ મળ્યો.

ગોધરા, ગોધરા પણ ઓનલાઈન ક્રિકેટ સટ્ટા માટે  નુ એક હબ ગણાય છે.IPL ક્રિકેટ નો સટ્ટો Online રમાઈ રહ્યો હોવાના સર્ચ વોરંટ સાથે આવેલ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્રારા ગત્ રાત્રે ભૂરાવાવ રોડ ઉપર આવેલ હરીકૃષ્ણ નગર ના 16 નંબર ના મકાન મા રેડ કરતા ક્રિકેટ સટ્ટા નુ નેટવર્ક તો હાથ ના લાગ્યું પરંતુ આ વૈભવી મકાન માંથી શરાબ ની 4 બોટલો અને 16  બિયર ના ટીન મળી આવતા સ્ટેટ વિજીલન્સ સ્કોવોર્ડ દ્રારા રામંચદ્ર દાલુમલ ભાગચંદાણી ની ધરપકડ કરી ને ગોધરા એ.ડીવીઝન પોલીસ મથક મા પ્રોહીબીશન નો ગુનો દાખલ કરાવી.

અંશુ નામ થી ઓળખાતા અશોક રામચંદ્ર ભાગચંદાણી અને બહારપુરા ના બુટલેગર ચમન ને પણ વોન્ટેડ આરોપી તરીકે દેખાડયા હતા.ગોધરા ખાતે સ્ટેટ વિજીલન્સ ના આ દરોડા ની ખબરો સાથે ભલભલા ક્રિકેટ સટોડીયાઓ મા  ભારે દોડધામો સર્જાઈ હતી.અને સટોડીયાઓના મોબાઈલ ફોનો ફટાફટ સ્વીચ ઓફ થઈ ગયા હતા જ્યારે સ્થાનિક પોલીસ તંત્ર પણ વિજીલન્સના આગમનની ખબરો સાથે એલર્ટ મોડમાં આવી ગયું હતું.!!

ગોધરાના ભૂરાવાવ રોડ ઉપર આવેલ હરીકૃષ્ણ નગરમાં ૧૬ નંબરના વૈભવી મકાનમાં IPL . T-20 ક્રિકેટ મેચનો ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવી રહયો હોવાની ચોક્કસ બાતમીના આધારે ઘરમાં ગતરાત્રે એન્ટ્રી લેનાર ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ સ્કવોર્ડને ક્રિકેટ સટ્ટાકાંડનો તો  કોઈ સુરાગ ના મળ્યા પરંતુ રસોડાના ખાણા માંથી ૪ શરાબની બોટલો અને બિયરના ૧૬ ટીનો મળી આવ્યા હતા.જો કે ઘરમાં હાજર રામચંદ ભાગચંદાણી એ સ્ટેટ વિજીલન્સ સ્કવોર્ડને મળી આવેલા બે મોબાઈલ ફોન તેઓના પુત્ર અશોક ભાગચંદાણી ના છે અને ક્યાં ગયો છે આ ખબર નથી અને શરાબનો જથ્થો બહારપુરા ખાતે રહેતા બુટલેગર ચમન પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.