Western Times News

Gujarati News

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન રિસર્ચનું ભૂમિપૂજન કરવાનો સમારોહ યોજાયો

જામનગર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ એથાનોમ પેબ્રેયસના હસ્તે ભારત સરકાર તથા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્માણાધીન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન રિસર્ચનું ભૂમિપૂજન કરવાનો સમારોહ યોજાયો હતો. PM Narendra Modi  inaugurated WHO Global Centre for traditional medicine in Jamnagar Gujarat on Tuesday

આ સમારોહમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ Prime Minister of Mauritius Pravind Jugnauth,  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (State CM Bhupendra Patel), કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, વિશ્વ આરોગ્ય સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ (Director-General of WHO, Dr. Tedros Ghebreyesus), દેશ-વિદેશના ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર દસ કિ.મી. દૂર ગોરધનપર ગામ પાસે રાજ્ય સરકારે વિનામૂલ્યે આપેલી પાંત્રીસ એકરની વિશાળ જમીન પર આ ગૌરવંતા સેન્ટરનું નિર્માણ થનાર છે. જેનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બપોરે કરવામાં આવ્યું હતું.

પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. પરંપરાગત દવા, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે. સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે પરિણામે પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે.

ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે.

તે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં  યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.

આ સમારોહ માટે બે હજાર આમંત્રિતો બેસી શકે તેવો અતિ વિશાળ સંપૂર્ણપણે વાતાનુકુલ ડોમ બનાવવામાં આવ્યો હતો અને ભૂમિપૂજનના સ્થળે પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

આ ભવ્ય સમારોહમાં હાજરી આપવા જવાના માર્ગ પર તંત્ર દ્વારા બન્ને તરફ બેરીગેટ્સ ઊભી કરી દેવામાં આવ્યા હતા.  ભાજપ દ્વારા પક્ષના ઝંડાઓ, પક્ષના નેતાઓના ‘સ્વાગત’ના બેનરો સાથે માર્ગને શણગારવામાં આવ્યો. આ ઉપરાંત માર્ગની બન્ને તરફ ભાજપના કાર્યકર્તાઓ અને જનતા દ્વારા વડાપ્રધાનનું અભિવાદન-સ્વાગત કર્યુ હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.