Western Times News

Gujarati News

વિદ્યાર્થીની પાસેથી રૂપિયા પડાવતા ભરૂચના નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો.

ATM મારફત થી રોકડા રૂપિયા અને મોબાઈલ ઝૂંટવી લેતાં મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચના એબીસી ચોકડી નજીકના GNFC રોડ ઉપર ટ્યુશનમાં જતી વિદ્યાર્થિને નકલી પોલીસે દમદાટી આપી તેની ગાડી ઉપર બેસાડી લઈ જઈ એટીએમ મારફતે રોકડા રૂપિયા ઉઠાવી શેરડી લેવા સાથે મોબાઈલ પણ ઝૂંટવી લેતાં આખરે મામલો સી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદ અનુસાર સંજયભાઈ મીણા ગત તારીખ ૧૪/૪/૨૦૨૨ના રોજ રાત્રિના આઠ વાગ્યાની આસપાસ એબીસી ચોકડી થી જીએનએફસી કંપની તરફ જવાના રોડ ઉપર આશરે ૨૦૦ મીટર દૂર ફ્રેન્ડને મળવા ઉભેલ હોય તે દરમ્યાન એક હોન્ડા પેશન પ્રો ગાડી લઈને એક અજાણ્યા વ્યક્તિ આવેલ જેનો મોટર સાયકલનો રજીસ્ટર નંબર જીજે ૧૬ એજી ૯૨૪૩ હતો તે વ્યક્તિએ ફરિયાદીને કહેવા લાગેલા કે હું પોલીસ વાળો છું મારું નામ મુકેશ છે તમે લોકો કેમ અત્યારે અહીંયા ઊભા છો કેમ અહીં આગળ રખડો છો તેવું કહીને વિદ્યાર્થીને ધમકાવવા લાગેલ અને જણાવેલ કે સામે એબીસી ચોકડી પાસે જ પોલીસની ગાડી પડેલ છે.

ત્યાં ચાલો તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે અને તમારી ઉપર ગુનો દાખલ થશે ખબર છેને જિલ્લામાં નવા એસપી આવેલ છે તે કેટલાક કડક છે આવી વાત કરીને ફરિયાદીને તમાચો મારેલ અને ફરિયાદી પાસે રૂપિયા ૧૦ હજારની માંગણી કરેલ જેથી ફરિયાદીએ પૈસા નથી તેમ કહેતા પોલીસનો રોફ મારનારે વિદ્યાર્થીના પેન્ટના ખિસ્સા માંથી એન્ડ્રોઈડ સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કાઢી લીધેલ અને મોબાઈલ ફોન ચેક કરેલ જેમાં મોબાઈલમાં ટેક્સ મેસેજમાં ૫૦૦૦ રૂપિયા જમા થયેલા નો મેસેજ હોય જેથી તે વ્યક્તિએ ફોન લઈને મને એકલાને બળજબરીથી ફરિયાદીને હાથ પકડી બાળકની પાછળ બેસાડી લઈ જાય એબીસી ચોકડી થી નંદેલાવ સર્કલ આગળ એચડીએફસી બેન્કના એટીએમ આગળ લઈ ગયેલ અને બેંકના એટીએમ માંથી પૈસા ઉપાડી લાવ

જેથી હું ફરિયાદી વિદ્યાર્થી ડરી જતા ફરિયાદીએ એટીએમ કાર્ડ નો ઉપયોગ કરીને મમ્મીના બેંકના રહેલા સેવીંગ એકાઉન્ટમાંથી ૫૦૦૦ રૂપિયા ઉપાડી લાવી મોટર સાયકલ ચાલકને આપ્યા હતા અને મોટર સાયકલ ચાલકે વિદ્યાર્થીઓને ધમકી આપી હતી કે આ વાતની જાણ કોઈને કેસે તો તારી સામે કાર્યવાહી કરીશ તેમ નકલી પોલીસ તરીકે રોફ જાળી રૂપિયા સેરવી લીધા હતા.

વિદ્યાર્થીએ સમગ્ર વાત પોતાના પરિવારને કરતા પરિવારે પણ વિદ્યાર્થીને હિંમત આપી હતી અને નજીકના સી ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસ તરીકે ઓળખ આપી રૂપિયાનો તોડ કરતાં નકલી પોલીસ કંદર્પ નરેશ પરમાર રહે.શ્રદ્ધા સોસાયટી નીપન નગર લીંક રોડ ભરૂચનાઓને ભરૂચ સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.