સાયલા દારૂકાંડમાં સંડોવાયેલા PSI સહિત પાંચ સસ્પેન્ડ
સાયલા દારૂ કાંડમાં વધુ ૫ જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સસ્પેન્ડ થતાં કુલ આંકડો ૮ સુધી પહોંચ્યો
રાજકોટ, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના PSI, ત્રણ હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલને ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સસ્પેન્સન સુધીની કાર્યવાહી કરવામાં આવતા રાજકોટ શહેર પોલીસમાં સોપો પડી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
થોડાક મહિના અગાઉ કમિશન કાંડમાં સંડોવાયેલા તત્કાલીન ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ વિરલ ગઢવી, પીએસઆઇ સાખરા તેમજ રાઇટર યોગીભાઈ સહિતને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ત્યારે વધુ ૫ જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સસ્પેન્ડ થતાં કુલ આંકડો ૮ સુધી પહોંચ્યો છે. કમિશન કાંડમાં જે પ્રમાણે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની છબીનું ધોવાણ થયું હતું. ત્યારબાદ રાજ્ય સરકારથી લઇ રાજકોટ શહેરમાં વસતા પ્રજાજનોને પણ લાગતું હતું કે, પોલીસ પોતાની છબી સુધારવા અથાગ પ્રયત્નો કરશે.
પરંતુ અહીંયા તો સુધારવાના બદલે બગડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું વધુ એક વખત પુરવાર થયું છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ ભાવના કડછાની ટીમમાં રહેલા દેવા ધરજીયાને બાતમી મળી હતી કે, દારૂ ભરેલું કન્ટેનર રાજકોટ આવી રહ્યું છે.
સ્ટેટ મોનીટરીંગ સેલને આપેલા નિવેદનમાં દેવા ધરજીયાએ જણાવ્યું છે કે, બાતમી મળતાની સાથે મેં અમારી ટીમના ક્રિપાલસિંહ ઉપેન્દ્રસિંહ તેમજ સુભાષભાઈને ફોન દ્વારા જાણ કરી હતી. ત્યાર બાદ અગિયાર વાગ્યાના અરસામાં હું તેમજ મારો મિત્ર સૌરભ ચંદારાણા (બુટલેગર) ઍક્સેસ વાહનમાં સાયલા પાસે આવેલા આયા ગામના પાટિયા પાસે પહોંચ્યા હતાં.
જ્યાં મારો બાતમીદાર છાસીયા ગામનો ભાણો તેને ક્રેટા કારમાં બેસાડી આયા ગામ તરફ જવા રવાના થયા હતા. તે વખતે ક્રિપાલ સિંહ, ઉપેન્દ્ર સિંહ અને સુભાષ ભાઈ તેમજ ભાણો ક્રેટા કારમાં હતા.
જ્યારે કે, હું તેમજ સૌરભ ચંદારાણા (બુટલેગર) ઍક્સેસ પર સવાર હતાં. ત્યાર બાદ આયા ગામની સીમમાં ખુલ્લી જમીનમાં દારૂ ભરેલ કન્ટેનર પડ્યું હતું. તેમજ ડ્રાઈવર કન્ટેનરના કેબિનમાં ભાગમાં સૂતેલો હતો.
ત્યાર બાદ ડ્રાઈવરને ઉઠાડી ડ્રાઈવરને ક્રેટા કારમાં બેસાડી હું તેમજ ક્રિપાલ સિંહ અને ભાણો હાઇવે પર આવવા નીકળ્યા હતાં. હાઈવે પર આવ્યા બાદ ડ્રાઈવરને કન્ટેનરમાં બેસાડી તેની પાસે કન્ટેનર ચલાવી રાજકોટ તરફ આવવા રવાના થયા હતા. તે સમયે કન્ટેનરમાં સુભાષભાઈ તેમજ ઉપેન્દ્રસિંહ પણ બેઠેલા હતા.sss