Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત e-KYC ફરજીયાત કરાયા

જિલ્લાના તમામ તાલુકાઓના ખેડુતભાઈઓ/બહેનો ને જણાવવામા આવ્યુ છે કે, ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકેલ છે આ યોજના હેઠળ તમામ ખેડૂતોને વાર્ષિક રૂપિયા- ૬૦૦૦/-(છ હજાર પુરા) ત્રણ સમાન હપ્તાથી ચૂકવવાનું નિયત કરેલ છે.

હવેથી પી.એમ.કિસાન યોજનાના આગામી હપ્તાની ચૂકવણી માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ e-KYC ફરજીયાત કરેલ છે. યોજનાનો લાભ લેતા તમામ ખેડૂતોના હપ્તાની ચૂકવણી આધારકાર્ડ સાથે લિંક બેંક ખાતામાં જ કરવાનું નક્કી કરેલ હોઈ, લાભ લેતા તમામ ખેડૂતોને જણાવવાનું કે, તાલુકાના કોમન સર્વિસ સેન્ટર(જન સુવિધા કેન્દ્ર) મારફત e-KYC કરાવી લેવા જણાવવામાં આવે છે.
e-KYC માટે આધાર કાર્ડ લઇ જન સુવિધા કેન્દ્ર ખાતે પોતેજ જવાનું રહેશે.

ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવા માટેની છેલ્લી તારીખ ૩૧/૦૫/૨૦૨૨ છે. જેમાં ઠરાવની જોગવાઈ મુજબ સદર કાર્યવાહીના રૂ.૧૫/- લાભાર્થીએ જન સુવિધા કેન્દ્રને ચૂકવવાના રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નડિયાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

જિલ્‍લા માહિતી કચેરી,
ખેડા-નડીઆદ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.