રણધીર કપૂરના ઘરે પત્ની બબીતાનું બર્થ ડે સેલિબ્રેશન

મુંબઈ, કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરનાં મમ્મી બબીતા કપૂરનો આજે ૭૫મો બર્થ ડે છે. બબીતા કપૂરનો બર્થ ડે ઉજવવા માટે કપૂર પરિવારના સભ્યો રણધીર કપૂરના ઘરે આવી પહોંચ્યા હતા.
હાલમાં જ આલિયા-રણબીરના લગ્નમાં એકઠું થયેલું કપૂર ખાનદાન હવે બબીતા કપૂરનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે ભેગું થયું છે. ફેશન ડીવા કરીના કપૂર મમ્મીના બર્થ ડે સેલિબ્રેશન માટે લાલ રંગનો આઉટફિટ પહેરીને આવી હતી. લાલ રંગના શોર્ટ ડ્રેસમાં કરીના ખૂબ જ સુંદર લાગતી હતી.
કરીનાનો પતિ સૈફ અલી ખાન બર્થ ડે લંચમાં કેઝ્યુઅલ લૂકમાં જાેવા મળ્યો હતો. વ્હાઈટ ટી-શર્ટ અને ડેનિમ જિન્સમાં સૈફ હેન્ડસમ લાગતો હતો. બીજી તરફ હાલમાં જ સાસુ બનેલા નીતૂ કપૂર પણ જેઠાણીના બર્થ ડે લંચમાં સામેલ થયા હતા.
વ્હાઈટ ટોપ અને બ્લેક પેન્ટમાં નીતૂ ખૂબસૂરત લાગતાં હતાં. બબીતા અને રણધીર કપૂરની મોટી દીકરી કરિશ્મા બર્થ ડે સેલિબ્રેશન માટે સ્ટ્રાઈપ્સવાળો કુર્તો અને મેંચિગ પેન્સિલ પેન્ટ પહેરીને આવી હતી. રણધીર કપૂરનાં બહેન રીમા જૈન પ્રિન્ટેડ કુર્તા અને બ્લેક પેન્ટમાં જાેવા મળ્યા હતા. ખાવાપીવાના શોખીન કપૂર ખાનદાન માટે આજે ફરી એકવાર એકઠા થવાનો મોકો હતો જે તેમણે જતો નહોતો કર્યો.
અગાઉ કરીના કપૂરે પોતાનાં મમ્મીની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરીને તેમને શુભકામના આપી હતી. કરીનાએ લખ્યું, “હેપી બર્થ ડે મધરશીપ. મારી મા. મમ્મી જેવી સુંદરતા કોઈની નથી. કરિશ્મા કપૂરે પણ મમ્મીની જૂની તસવીર શેર કરતાં લખ્યું, “તુમ જિયો હજારો સાલ, યે મેરી હૈ આરઝૂ…આ અમારી રોજિંદી ઈચ્છા છે.
ઓરિજિનલ બર્થ ડે સોન્ગ ‘હેપી બર્થ ડે અમારી ઓરિજિનલ સુનિતા માટે’. અમારી મમ્મા. કદાચ ‘ફર્ઝ’ની ૧૯૬૭ની આસપાસની તસવીર છે.” ઉલ્લેખનીય છે કે, રણધીર કપૂર અને બબીતા હાલમાં જ ભત્રીજા રણબીરનાં લગ્નમાં સાથે જાેવા મળ્યા હતા. તેમને સુંદર તસવીર વાયરલ થઈ હતી.SSS