Western Times News

Gujarati News

આ વર્ષે લગ્ન નથી કરવાના આથિયા અને કેએલ રાહુલ

news18.com

મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન બાદ બોલિવુડના ઘણા સેલિબ્રિટી લાઈનમાં છે. છેલ્લા કેટલાક દિવસથી Athiya Shetty તેના ક્રિકેટર-બોયફ્રેન્ડ KL Rahul સાથે આ વર્ષના અંતમાં લગ્ન કરવાની હોવાના કેટલાક રિપોર્ટ્‌સમાં દાવા કરવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ્‌સ પ્રમાણે, કપલ શિયાળામાં સાઉથ-ઈન્ડિયન સ્ટાઈલથી લગ્ન કરવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. ૧૮મી એપ્રિલે કેએલ રાહુલના બર્થ ડે બાદ રિપોર્ટ્‌સ વહેતા થયા હતા. આથિયા શેટ્ટીએ તેને વિશ કરતાં તેની સાથેની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને જવાબમાં બર્થ ડે બોયે ‘લવ યુ’ લખ્યું હતું. પોસ્ટ બાદ તેઓ આ વર્ષના અંતે લગ્ન કરવાના હોવાની વાતો થવા લાગી હતી.

જાે કે, એક્ટ્રેસની ખાસ ફ્રેન્ડ સાથે જ્યારે એક્સક્લુઝિવ વાતચીત કરી ત્યારે તેણે કહ્યું હતું કે, ‘વાતમાં કંઈ સત્ય નથી! આ વર્ષે તેમના લગ્ન થવાના નથી. આ વર્ષે આથિયા અલગ-અલગ બે પ્રોજેક્ટમાં કામ કરવાની છે. એક ઓટીટી પ્લેટફોર્મ માટે છે જ્યારે એક ફિલ્મ છે.

કેએલ રાહુલ વર્લ્‌ડ કપમાં રમવાનો છે અને આ પહેલા અલગ-અલગ ટુર્નામેન્ટમાં તેની તારીખો પેક છે. બંને પાસે સમય જ નથી તો આ વર્ષે તેમના લગ્ન કેવી રીતે થશે?’. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની મુલાકાત કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. પહેલા તેઓ મિત્ર બન્યા હતા અને તે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

૨૦૧૯માં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમણે તેમના સંબંધોનો ઓફિશ્યલ કર્યા હતા. આથિયા ઘણીવાર કેએલ રાહુલને કંપની આપવા માટે તેની સાથે ટુર્નામેન્ટ પર જતી જાેવા મળી છે. આ સિવાય વિદેશમાં પણ જ્યારે મેચ રમાતી હોય ત્યારે પણ આથિયા ક્રિકેટરની સાથે જાય છે.

કેએલ રાહુલને પણ આથિયા શેટ્ટીના પરિવાર સાથે સારું બને છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ્યારે અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ‘તડપ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું ત્યારે કેએલ રાહુલ પણ ત્યાં હાજર રહ્યો હતો. અમારા સહયોગીએ બંનેના લગ્ન અંગે સુનીલ શેટ્ટીનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.