Western Times News

Gujarati News

પંજાબ પોલીસમાં ડ્યૂટી પર શહીદ થનાર જવાનોના પરિવારને એક કરોડની રાહત રાશિ મળશે

ચંડીગઢ, કોઇપણ પણ રમખાણ હોય કે કોઇપણ પ્રકારની કુદરતી આફત આવે પોલીસના જવાન દરેક જગ્યાએ સૌથી પહેલાં ઉભેલા જાેવા મળે છે. હવે આ પોલીસકર્મીઓને લઇને પંજાબની આપ સરકારે મોટો ર્નિણય લીધો છે. હવે પંજાબ પોલીસમાં ડ્યૂટી પર શહીદ થનાર જવાનોના પરિવારને એક કરોડની રાહત રાશિ મળશે.

જાેકે પઠાણકોટમાં ત્રિરંગા યાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલે લોકોને વાયદો કર્યો હતો. જેથી હવે સરકાર બન્યા બાદ તેમણે વાયદો પુરો કરી દીધો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે ડ્યૂટી પર શહીદ થનાર જવાનોના પરિવારોને હવે રાહત રાશિના રૂપમાં ૨૫-૫૦ લાખ નહી પરંતુ પુરા ૧ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.

પંજાબ પોલીસના ડિજિટલ પ્લેટફોર્મ પરથી સીએમ ભગવંત માને પોલીસકર્મીને કર્યું સંબોધન કરતાં આ વાત કહી. આ સાથે જ તેમણે એ પણ જાહેરાત કરી કે પોલીસ વેલફેર ફંડ પણ ૧૦ કરોડથી વધારીને ૧૫ કરોડ કરવામાં આવ્યું છે.

પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ પોલીસકર્મીઓને આ વાત માટે પણ આશ્વસ્ત કર્યા છે કે સરકાર દ્વારા પોલીસના કામમાં દરમિયાનગિરી કરવામાં નહી આવે.તમને જણાવી દઇએ કે પંજાબ પોલીસે આપના પૂર્વ નેતા કુમાર વિશ્વાસ વિરૂદ્ધ FIR નોંધી છે. કુમાર વિશ્વાસ પર અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ વિવાદિત નિવેદન આપવાનો આરોપ હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.