Western Times News

Gujarati News

મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા માછીમારો અને ખેડૂતો માટે KCC ની કામગીરી અંગે હાથ ધરાયેલું કે‍મ્પેઇન

રાજપીપલા:- મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં KCC સુવિધા એ માછીમારો અને ખેડૂતોને તેમની કાર્યકારી
મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરવાના પ્રયાસ હેતુસર ભારત સરકારશ્રી દ્વારા તા.૧૮/૦૪/૨૦૨૨ થી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી કિસાન ક્રેડીટ કાર્ડ (KCC) ની કામગીરી માટે કે‍મ્પેઇન હાથ ધરવામાં આવેલ છે.

જેની માછીમારી સાથે સંકળાયેલ તમામ માછીમારોએ નોંધ લેવા તેમજ જરૂરી સાધનિક કાગળો જેવા કે, માછીમારી અથવા મત્સ્ય વેચાણ લાયસન્‍સની નકલ અથવા ગામ તળાવ / જળાશયનો ઇજારા હુકમની નકલ, બેંક પાસ બુકની નકલ, આધારકાર્ડ તથા રેશનકાર્ડની
નકલ, પાસપોર્ટ સાઇઝના-૦૨ ફોટોગ્ર્રાફ્સ સાથે કચેરી સમય દરમ્યાન “મત્સ્યોદ્યોગ અધિક્ષકશ્રીની કચેરી, રૂમ નંબર-૨૧૮, બીજો માળ, જીલ્લા સેવા સદન, રાજપીપલા ખાતે રૂબરૂ સંપર્ક કરવા મત્સ્યોદ્યોગ અધિક્ષકશ્રી, રાજપીપલા-જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.