Western Times News

Gujarati News

આ વર્ષે દેશના ૭૫ જિલ્લાઓમાં ખુલશે ૭૫ Digital Bank: નાણા મંત્રી

નવીદિલ્હી, કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, ભારત આ વર્ષે ૭૫ Digital Bankનું સેટઅપ તૈયાર કરવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે. Washington DCમાં થીંક ટેંક એટલાન્ટીક કાઉન્સિલને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, અહીં બેંકિંગ ઉપરાંત નોન બેંકિંગ ફાયનાન્શિયલ કંપનીની સ્થાપના કરવાની યોજના પણ છે.

નોંધનીય છે કે, આના પહેલા પણ ર્નિમલા સીતારમણે દેશના ૭૫ જિલ્લાઓમાં ૭૫ Digital Bankની સ્થાપના કરવાની વાત કરી હતી. સીતારમણે કહ્યું કે, મહામારીના પહેલાથી જ, ભારતે ઝડપી ડિજિટલીકરણને વધાર્યું છે અને અમે આર્થિક સમાવેશનો કાર્યક્રમ લઈને આવ્યા, જે દુનિયામાં પહેલા ક્યારેય જાેવા નથી મળ્યો.

ભારતના ત્રણ સૌથી મોટા પબ્લિક ડિજિટલ પ્લેટફોર્મ આધાર યુપીઆઇ અને કોવિન દુનિયાની સામે આવ્યા હતા. આનાથી ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર વિશિષ્ટ ઓળખ મળી હતી.

નોંધનીય છે કે, આધાર સૌથી મોટી વિશિષ્ટ ડિજિટલ ઓળખ છે, તેમજ યુપીઆઇ સૌથી મોટો ડિજિટલ પેમેન્ટ એપ છે. કોવિનના માધ્યમથી દેશમાં ૧૫૦ કરોડથી વધુ વેક્સીનેશન થઇ ચૂક્યું છે. સીતારમણે જણાવ્યું કે, ડિજિટલ પ્રોગ્રામથી દરેક વર્ગના લોકોનું જીવન સરળ બન્યું છે.

આના પહેલા નાણા મંત્રીએ U.S.માં આયોજિત IMF સ્પ્રિંગ મીટમાં શ્રીલંકાના સમકક્ષ અલી સાબરી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સાબરીને વિશ્વાસ આપ્યો હતો કે, એક નજીકના મિત્ર અને સારા પાડોશીના રૂપમાં ભારત શ્રીલંકાની દરેક શક્ય મદદ કરવાનો પ્રયત્ન કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.