Western Times News

Gujarati News

UPમાં સરકારી બાબુઓ કચેરીમાં જ ઉંઘી રહ્યા હતા,ડીએમએ લીધા પગલાં લીધા

લખનૌ, એક તરફ લોકોને સરકારી નોકરીઓ મળતી નથી અને ઉચ્ચ ડિગ્રીઓ હાંસલ કર્યા પછી લાખો યુવાનો રોજગારી માટે અટલાઇ રહ્યા છે ત્યારે જેમને સરકારી નોકરી મળી છે એમને કદર હોતી નથી.

આમ તો સરકારી ઓફીસમાં કામ કરતા કર્મચારીઓના જલસાથી આપણે વાકેફ જ છીએ, પરંતુ ઉત્તર પ્રદેશની એક ઓફીસમાં કામના સમયે આખો સ્ટાફ ઉંઘવાની મજા લઇ રહ્યો હતો, પરંતુ કોઇકે વીડિયો વાયરલ કર્યો ત્યારે એ વાતની સાબિતી મળે છે કે સરકારી કર્મચારીઓ કેટલી હદે કામચોરી કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા DMAએ પગલા લીધા હોવાનું જાણવા મળ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જયારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી તેઓ સરકારી ઓફીસોમાં કામ કરતા કર્મચારીઓ માટે સખત પગલાં લઇ રહ્યા છે. બીજી વખત મુખ્યમંત્રી બન્યા પછી પણ યોગી આદિત્યનાથે કર્મચારીઓ માટે કડક પગલાંની વાત કરી હતી.

આમ છતાં ઔરેયાની એક સરકારી ઓફીસમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં કર્મચારી કામના સમયે મસ્ત નિંદર માણી રહ્યા છે. આ વીડિયો ઔરૈયાની ડીપીઓ ઓફીસનો હોવાનું જાણવા મળ્યું છે. કર્મચારીઓ જયારે ઉંઘની મજા માણી રહ્યા હતા ત્યારે કોઇકે વીડિયો વાયરલ કરી દીધો હતો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલથતા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા મેજિસ્ટ્રેટ અને મુખ્ય વિકાસ અધિકારી વતી આ કર્મચારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. હકિકતમાં, મુખ્યમંત્રી કાર્યાલયને આ બાબતે ફરિયાદ મળી હતી. એ પછી યોગી આદિત્યનાથે બધી સરકારી ઓફીસોમાં લંચ ટાઇમ અડધો કલાક કરી દેવાનો આદેશ આપ્યો હતો. સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓ સમય પર આવે અને લોકોની ફરિયાદ સાંભળે.

જાે કે સોશિયલ મીડિયા પર એક સરકારી ઓફીસના કર્મચારીઓનો વીડિયો વાયરલ થયો છે, પરંતુ તમે દેશભરની સરકારી ઓફીસોમાં તપાસ કરો તો ખબર પડશે કે કયાંતો સ્ટાફ ઓફીસમાં ઉંઘતો મળશે અથવા પોતાની જગ્યા પર હાજર જ ન હોય.

સરકારી કર્મચારીઓની તુમાખી અને ઘરે જલ્દી ભાગી જવાની માનસિકતા નહીં સુધારે ત્યાં સુધી લોકોએ હાલાકી ભોગવતા જ રહેવું પડશે. સરકારી કર્મચારીઓને તગડા પગાર, રજાની સુવિધાઓ, મેડિકલ એવા અનેક લાભો મળતા રહે છે, પરંતુ જવાબદારી નિભાવવામાં અખાડા કરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.