બાયડ વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો
ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો :ભાજપના મંત્રીઓ,પૂર્વ મંત્રીઓનો પણ પ્રચારમાં ઉતર્યા |
મોડાસા : અરવલ્લી જિલ્લામાં આગામી 21મી ઓક્ટોબરે યોજાનારી બાયડ વિધાનસભાની પેટા ચૂંટણી આડે હવે ગણત્રીના જ દિવસો રહી ગયા છે ત્યારે બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે જેમાં પ્રદેશથી જિલ્લા સુધીના ભાજપના તમામ આગેવાનો,કાર્યકરો,જિલ્લાના અને જિલ્લા બહારના અને બાયડ તાલુકો,શહેર અને માલપુર તાલુકાના ભાજપના કાર્યકરો,આગેવાનો,જિલ્લા ભાજપની ટીમ, સરકારમાં મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ
પક્ષના હોદ્દેદારો, તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત સૌ ખભેખભા મિલાવીને ગામડાં ખુંદી રહ્યા છે ત્યારે ભાજપનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. જિલ્લા મીડિયા ઇન્ચાર્જ પ્રભુદાસભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે આ બેઠકના ઇન્ચાર્જ રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું માઈક્રો પ્લાનિંગ, છે,જિલ્લા પ્રભારી હર્ષદગીરી ગોસ્વામી સતત એરાઉન્ડ ધ કલોક..આ બેઠક ઉપર નજર રાખી રહ્યા છે,
સાંસદ દીપસિંહ રાઠોડની સતત હાજરી,રાતદિવસ આ વિસ્તારમાં નિવાસી કાર્યકરની જેમ રોકાઈને જિલ્લા સમેલનોમાં અને ગામોમાં સતત પ્રચારરત પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ,તમામ મોરચે ધ્યાન રાખી રહેલા અને સતત વિસ્તારમાં જ ફરતા જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભી,મહામંત્રી શામળભાઈ એમ. પટેલ, એસ.એમ.ખાંટ,ધિમંતભાઇ અને ટીમ દરેક બુથ..
દરેક શક્તિકેન્દ્રો અને ગામોમાં સોપાયેલી જવાબદારી મુજબ પ્રવાસ પૂરો કરવા સાથે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, ગૃહમંત્રી પ્રદીપસિંહ અને પ્રભારી મંત્રી રમણલાલ પાટકર,પ્રદેશ યુવા મોરચા પ્રમુખ ઋત્વિક પટેલ,ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સહકારી આગેવાનો, ચેરમેનો શામળભાઈ બી.પટેલ, મહેશભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં બે સફળ સહકાર સમેલનો કર્યા.
આજે ગુરુવારે માલપુરમાં મુખ્યમંત્રી પણ ઉમેદવાર ધવલસિંહ ઝાલાના ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર માટેનું ચિત્ર હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાના લોકોમાંથી પ્રતિભાવ મળી રહ્યા છે.
ભાજપ હસ્તકની બન્ને જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓનાં ચેરમેનો..ડિરેક્ટરો.. દૂધ ઉત્પાદકો, ખેડૂતો..પશુપાલકો બધા જ..જેને જે જવાબદારી મળી તે બધા જ કાર્યકતાઓ આ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા કમર કસી રહ્યા છે.ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપના કાર્યકરોમા ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે.. !!