અંબાવ પગાર કેન્દ્રમાં NIR દ્વારા રમત ગમતના સાધનોની ભેટ આપવામા આવી
ગળતેશ્વર:ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામનાં વતની એન.આઈ.આર શ્રી જીત પટેલ દ્વારા અંબાવ પે. સેન્ટર શાળામાં બાળકોના શારીરિક વિકાસને કેન્દ્રમાં રાખી રમતના સાધનો જેમા બોલ, બેટ, વોલીબોલ, બેડમિન્ટન, દોરડા, રીંગ, ડિસ્ક વગેરે તેમજ રોકડરકમ ૫૦૦૦/- નું દાન આપવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. તેમના માસૂમ ચહેરાઓ ઉપર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. અંબાવ શાળા પરિવાર વતી આચાર્ય હસમુખ ભાઈ દ્વારા શાલ આપી અને પુષ્પગુચ્છથી શ્રી જીત પટેલનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.