કેન્દ્રીય મંત્રીના પુત્રના જામીન રદ કરતા સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે અલ્હાબાદ હાઇકોર્ટ પીડિતોને પક્ષકાર બનાવ્યા વગર આરોપીને જામીન આપી શકે નહીં!

‘બંધારણમાં આસ્થા ટકાવી રાખવાની જવાબદારી ન્યાયતંત્રની છે’ – જસ્ટીસ રમના
લખીમપુર ખેડૂત હત્યાકાંડમાં શરૂઆતથી જ પ્રસ્થાપિત ન્યાયના સિદ્ધાંતોની અવગણના થઇ છે અને જરૂરી પુરાવાને નજરઅંદાજ કરાયા છે?!
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે.જ્યારે ડાબી બાજુ ની તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન વી.રમના, સૂર્યકાંતભાઈ તથા જસ્ટીસ હિમાબેન કોહલીની છે જેમણે અલ્હાબાદ હાઈકોર્ટ પીડિતોને સાંભળ્યા વગર એફઆઈઆર ને શબ્દકોશ ગણીને ચુકાદો આપી ન શકાય.
એટલું જ નહીં પ્રસ્થાપિત ન્યાયિક સિદ્ધાંતોની અવગણના કરી છે તેમજ જરૂરી પુરાવા પણ ધ્યાને લીધા વગર જ પાંચ વ્યક્તિને કચડી નાખીને હત્યા કરવાનો આરોપ છે તેને જામીન આપ્યા છે એવી આકરી ટીકા સાથે આરોપી આશિષ મિશ્રા ના આખરે રદ કરીને અપાયેલા જામીન ફગાવી દીધા છે!
સાથે સુપ્રીમ કોર્ટે એવું પણ નિરીક્ષણ કર્યું છે કે હોળીના દિવસે આશિષ મિશ્રા કેસના સાક્ષીઓને રંગ નાખવાની બહાને હેઠળ ગુનો આચરેલો તેની પણ ગંભીર નોંધ લીધી છે! સાથે રાજ્ય સરકારે તપાસ અધિકારીની ટીમે આશિષ મિશ્રા ને અપાયેલા જામીન રદ કરવા સુપ્રીમમાં જવાકરેલી ભલામણ ને ન ગણકારતા યોગી સરકારની પણ સુપ્રીમ કોર્ટ ભારે નારાજગી વ્યક્ત કરી છે
ગાંધી જયંતીના દિવસે બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના માં સુપ્રીમકોર્ટે જામીન રદ કરતો ચુકાદો આપીને સુપ્રીમ એ સુપ્રીમ છે એવો ચુકાદો આ પણ આપી દીધો છે સુપ્રીમકોર્ટ પાસે બંધારણની કલમ ૧૪૨ હેઠળ ‘સુપ્રીમ સત્તા’ છે! તે કોઈ પણ કેસમાં કોઇ પણ વ્યક્તિને ન્યાય અપાવવા માટે જરૂરી નિર્દેશ કોઈપણ ક્ષણે આપી શકે છે
એ પણ કેસના આરોપી કોઈ પણ કેસમાં કાનૂની રીતે ખોટા અર્થઘટનને કારણે છુટી જાય તો પુનઃ સાચી તપાસ કેસ ની ફરી તપાસ કરાવી આરોપીને સજા કરી શકે છે રાજકારણીઓએ વડોદરાનો બેસ્ટ બેકરી કાંડનો કેસ ક્યારેય ન ભૂલવો જાેઈએ!! અને અદાલતોની સત્તાને હળવાશથી પણ ન લેવી જાેઈએ! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
ઓલીવર ગોલ્ડસ્મિથ નામના વિચારકે સરસ કહ્યું છે કે ‘‘જ્યારે કોઈ ગુનેગાર નિર્દોષ છૂટી જાય છે ત્યારે ન્યાયાધીશ ગુનેગાર બની જાય છે’’!! ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી. રમના એ મર્મસ્પર્શી રીતે કહ્યું છે કે ‘‘કાયદાનુ શાસનને લોકશાહીનો આધાર સ્તંભ છે, ન્યાયતંત્ર બંધારણનુ રક્ષક છે
કાયદા નું મૂલ્યાંકન કરવાની ન્યાયતંત્રની ફરજ છે પરંતુ બંધારણીય આસ્થા ટકાવી રાખવાની જવાબદારી ન્યાયતંત્ર પર છે’’!! ભારતની સુપ્રીમકોર્ટ તારીખ ૧૮.૦૪.૨૦૨૨ ના રોજ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી અજયભાઈ મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા કરતો ચુકાદો આપીને ‘સુપ્રીમ એ સુપ્રીમ’ અને સર્વોપરી હોવાનો સંદેશ દેશના દરેક રાજકીય પક્ષોના સત્તાધારીઓ ને આપીને સર્વને સમાન ન્યાયની બંધારણીય જવાબદારી પૂર્ણ કરી છે