Western Times News

Gujarati News

સ્ત્રી સશક્તિકરણ પર બનેલી અર્બન કલ્ચરની ગુજરાતી ફિલ્મ “આશા” રીલીઝ થઈ

નિર્માતા અમિત પટેલ અને શ્રી મૂવી ડેવલપર્સ પ્રસ્તુત કરે છે, ગુજરાતી ફિલ્મ, Aasha – A Hope For Love.

કલાકાર દિલીપ પટેલ પોતાની અદાકારી થી સૌ કોઈ ને રીઝવવા આવી રહ્યા છે, આશા ફિલ્મ થી દિલીપ પટેલ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટીમાં પોતાનું પદાર્પણ આશા ફિલ્મમાં દિપકનો રોલ કરી ને કરી રહ્યા છે.

દિલીપ પટેલ ની સાથે જાણીતા અભિનેત્રી વિમ્મી ભટ્ટ કે જેઓ અન્ય ગુજરાતી ફિલ્મ અને અમુક હિન્દી વેબ સિરીઝ માં કામ કરી ચૂકેલ છે. તેઓનું પણ આશા નામ નું પાત્ર ખુબ જ રસપ્રદ પણે ફિલ્મ માં જોવા મળશે.

22 એપ્રિલ ના રોજ રિલીઝ થનાર ફિલ્મ આશાનું નિર્દેશન અશોક કારલેકર દ્વારા બખૂબી કરવામાં આવ્યું છે, અશોક કારલેકરે અન્ય ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મો નું નિર્દેશન પણ કર્યું છે.

‘આશા’ એક ગુજરાતી ફિલ્મ, 22મી એપ્રિલ 2022 ના રોજ આપણા નજીક ના સિનેમા ઘર માં આવી રહી છે ‘આશા’ એ દરેક નારી ને પોતાના નારી હોવાનો ગર્વ થાય તેવી નારી શક્તિ પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ આજ કાલ ગામડાથી લઈને મોટા શહેરો માં ચર્ચા નો વિષય બની છે,

આવનારો યુગ ખરેખર નારી યુગ હશે તેનો સૌને વિશ્વાસ છે, 21મી સદીમાં નારી શક્તિની જ્યારે ચર્ચાઓ ચાલી રહી છે, તેવા માં સ્ત્રી સશક્તિકરણ પર બનેલી આ ફિલ્મ અર્બન કલ્ચર ની સાથો સાથ રૂરલ કલ્ચર ની નારીઓ માટે પણ પ્રેરણાત્મક છે.

ફિલ્મનો હીરો દીપક જે આશા ને પાગલપણે પ્રેમ કરે છે તેને અપેક્ષા કરતાં વધુ પ્રેમ કરવા બદલ સજા મળે છે. એનો શું વાંક, કે એના મા- પે એનું નામ દીપક રાખ્યું, એ દીવો જે અંધારામાં પોતે જ પ્રગટે છે અને લોકોને પ્રકાશ આપે છે? તે રસ્તો બતાવે છે, ઓલવાઈ ગયા પછી પણ તેના ભાગ્યમાં અંધકાર આવે છે, અને તેણે જેમને પ્રકાશ આપ્યો હતો તે લોકો પણ ભૂલી જાય છે. એમને બીજા માટે એટલું બધું કર્યું તો પણ જોવો એમનું નસીબ કેવું છે.

શું થયું, આશા અને દીપકનો પ્રેમ કોણે જોયો? સમાજના બંધનોએ તેમના પર નિયંત્રણો લાદ્યા કે પછી બંને સમાજની બેડીઓ સામે બળવો કરીને એક થઈ ગયા?

નિસર્ગ ત્રિવેદી, કોમલ પંચાલ, હરેશ દાગીયા, મુકેશ રાવ, મમતા ભાવસાર, વિધિ શાહ, મેહુલ ભોજક, સોનાલી નિકમ, જીગ્નેશ મોદી, પૂજા પટેલ, યામિની જોશી, નીલ સોની, રમીલા મિસ્ત્રી, મુકેશ જાની, ખુશ્બુ પટેલ, રવિ રાઠોડ સ્ટારર ફિલ્મ. મિતેન રાવલ, આકાશ ઝાલા,

નિલેશ બ્રહ્મભટ્ટ, કાર્તિક દવે, નિકિતા શર્મા, ભરત પટેલ, નરેશ પ્રજાપતિ, સારેખ્યા જયસ્વાલ, અરમાન સોથ, અનિલ પટેલ, યતિન જૈન, પ્રિન્સી કંસારા, ત્રિશા પરમાર, સોહન સોલંકી અને કેવિન ગાંધી. એક વખત આ પારિવારિક ફિલ્મ સૌ કોઈએ અચૂક પોતાના પરિવાર સાથે જોવી જ જોઈએ.

ગુજરાતી ફિલ્મ, આશા, ૨૨ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સમગ્ર ગુજરાતમાં ૩૦ થી વધુ શહેરો અને ૭૦ થી વધુ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. તો તમારા પરિવાર સાથે જાઓ અને તમારા નજીકના સિનેમા ઘરોમાં ચોક્કસ જુઓ અને તમારા રિવ્યુ અમારા સોશિયલ મીડિયા પર મોકલો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.