Western Times News

Gujarati News

અક્ષય કુમાર 1066 કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજો સૌથી મોટો ઇન્ડિયન સ્ટાર

મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તમાકુ કંપની સાથેના કોન્ટ્રાક્ટને કારણે અચાનક જ ચર્ચામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંક સમયથી અક્ષય કુમાર તમાકુની જાહેરાત કરવાને કારણે ટ્રોલ થતો હતો. એક્ટરે આ અંગે માફી માગી હતી અને જાહેરાતમાંથી મળેલી રકમ સમાજસેવામાં વાપરવાનું નક્કી કર્યું છે.

વિરાટ કોહલી તથા રણવીર સિંહ પછી અક્ષય કુમાર ભારતનો ત્રીજો સૌથી મોટો બ્રાન્ડ વેલ્યુ ધરાવતો સેલિબ્રિટી છે. ફિલ્મ ઉપરાંત અક્ષય કુમાર જાહેરાત, પ્રોડક્શન હાઉસ તથા પર્સનલ ઇન્વેસ્ટમેન્ટમાંથી પણ કમાણી કરે છે. એક્ટર પાસે રસના, હાર્પિક, પોલિસી બાઝાર, ડૉલર ક્લબ જેવી કંપની એન્ડોર્સ કરી છે.

અક્ષય કુમાર દર વર્ષે સૌથી વધુ ફિલ્મ કરનાર બોલિવૂડ એક્ટર છે. જોકે, અક્ષય કુમાર ફિલ્મ જેટલી જ કમાણી જાહેરાતમાંથી કરે છે. અક્ષય કુમાર દરેક જાહેરાત માટે અંદાજે 6 કરોડ જેટલી ફી વસૂલે છે.

હાલમાં અક્ષયની પાસે હોન્ડા, રસના, માઇક્રોમેક્સ, પોલિસી બાઝાર, ડૉલર ક્લબ, રિવાઇટલ એજ, લિવગાર્ડ, સુથોલ, પ્રિન્સ પાઇપ્સ, લોઢા ગ્રુપ, લીવર આયુષ જેવી ઘણી કંપનીની જાહેરાત છે. એક્ટરની બ્રાન્ડ વેલ્યુ 14 કરોડ ડૉલર એટલે કે 1066 કરોડ રૂપિયા છે.

દર વર્ષે ચારથી પાંચ ફિલ્મ કરનાર અક્ષય કુમાર હાઇએસ્ટ પેડ એક્ટરમાંથી એક છે. અક્ષય કુમાર 80-90 કરોડ રૂપિયા લે છે. ઘણીવાર અક્ષય કુમાર ફિલ્મનો પ્રોફિટ શૅર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.