Western Times News

Gujarati News

વીજળીની ચોરી કરવામાં ભાવનગરમાં પહેલા અને રાજકોટ બીજા નંબરે!!

સૌરાષ્ટ્ર-કચ્છમાં ૭ માસમાં ૧૪ર કરોડની વીજચોરી પકડાઈ

રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા સાત માસમાં વીજ ચેકીંગની કામગીરી દરમ્યાન આશરે રૂા૧૪ર કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવેલ હતી. પીજીવીસીએલ (PGVCL-Paschim Gujarat Vij Co. ltd.)  દ્વારા સપ્ટેમ્બર, ર૧ થી માર્ચ રર દરમ્યાન કુલ પ,પ૪,૬૯૩ વીજ જાેડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૬૬,પ૧૯ વીજ જાેડાણોમાં વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવ્યા હતા.જેની અંદાજીત રકમ રૂા.૧૪ર કરોડ થવા પામેલ છે.

પીજીવીસીએલ દ્વારા છેલ્લા સાત માસમાં રૂા.૧૦ લાખથી વધુની રકમના કુલ ૮૬ વીજ ચોરી અંગે પુરવણી બિલો આપવામાં આવ્યા હતા. જેમાં રૂા.૪૦ લાખથી વધુના કુલ ૧૭ પુરવણી બિલો આપવામાં આવ્યા છે. જયારેે ૧ લાખથી ૧૦ લાખ સુધીના કુલ ૧૩પર વીજચોરી અંગેના પુરવણી બિલો આપવામાં આવેલ છે.

ઈલેકટ્રીક નેટવર્કમાંથી સીધા જ વીજ જાેડાણ લેવા, મીટર સાથે/સીલ સાથે ચેડા કરવા મીટર ડીસ્પ્લે બાળી નાંખવા, મીટરને બાળી નાંખવા વગેરે કૃત્યોથી પાવર ચોરી કરવાના કિસ્સાઓ વધુ પ્રમાણમાં જાેવા મળ્યા છે.

ક્યારેક વીજ ચોરી કરતા સમયે વીજ અકસ્માત થતાં વ્યક્તિનો જીવ ગુમાવવાના કિસ્સાઓ પણ બને છે. વીજ ચોરી અંગેની માહિતી આપવા માટે મોબાઈલ નં.૯૯રપર ૧૪૦રર (રાજકોટ) તથા ૦ર૬પ-ર૩પ૬૮રપ (વડોદરા) પર જાણ કરી શકાય છે. માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.