Western Times News

Gujarati News

USના મહિલા સાંસદે PoKની મુલાકાત લેતા ભારત નારાજ

(એજન્સી) નવી દિલ્હી, ભારતે ગુરૂવારે અમેરિકી કોંગ્રેસના મહિલા સદસ્ય ઈલ્હાન ઉમરની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ની મુલાકાતની નિંદા કરી હતી. ભારતે તેમની આ મુલાકાતને સંકુચિત માનસિકતાની રાજનીતિનું પ્રદર્શન ગણાવી હતી. અમેરિકી સાંસદ ઈલ્હાન ઉમર ૨૦ એપ્રિલથી પાકિસ્તાનની ૪ દિવસીય મુલાકાતે છે. US Congress Ilhan umar apparently visited POK.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ (Arindam Bagchi -Official Spokesperson, Ministry of External Affairs, India) પ્રેસ કોન્ફરન્સમાં ઈલ્હાન ઉમરની પીઓકેની મુલાકાતની ટીકા કરી હતી.

અમેરિકી કોંગ્રેસના સભ્ય હાલમાં પાકિસ્તાનની ૪ દિવસની મુલાકાતે છે જ્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમના અનુગામી શાહબાઝ શરીફની પણ મુલાકાત લીધી હતી. US Congresswoman Ilhan Omar held public and official interactions as she visited the Line of Control (LoC) Azad Jammu and Kashmir (AJK) in Pakistan recently to assess the ground situation.

અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે તેમના મીડિયાને જણાવ્યું હતું કે, ‘મારા સમજવા પ્રમાણે, પ્રતિનિધિ ઉમર અમેરિકી સરકાર દ્વારા પ્રાયોજિત યાત્રા પર પાકિસ્તાનની મુલાકાત નથી લઈ રહ્યા.’ અમેરિકાના કહેવા પ્રમાણે ઉમર પોતાના વ્યક્તિગત પાકિસ્તાન પ્રવાસે છે. તેમનો આ પ્રવાસ અમેરિકા દ્વારા પ્રાયોજિત નથી.

બાગચીએ કહ્યું હતું કે, અમે ઈલ્હાન ઉમરના ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના એક વિસ્તારની મુલાકાતના અહેવાલો જાેયા છે, જે હાલમાં પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. જાે આવા રાજકારણી પોતાની સંકુચિત માનસિકતા દર્શાવે છે તો તે તેમનું કામ છે.

તેમણે એમ પણ કહ્યું કે, આ ક્રમમાં આપણી પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન થાય છે તો આપણે સમજીએ છીએ કે આ યાત્રા નિંદનીય છે. બાગચીને ઈલ્હાન ઉમરની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વિશે પૂછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ભારત તે દેશના વિકાસ પર નજર રાખી રહ્યું છે. ‘અમે કેટલાક આતંકવાદી હુમલાના અહેવાલો જાેયા છે. અમે હંમેશા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અમે ત્યાંના વિકાસ પર નજર રાખી રહ્યા છીએ.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.