Western Times News

Gujarati News

પલક તિવારીએ માતાની મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

મુંબઈ, ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ કહ્યું કે, જીવનમાં તેનું લક્ષ્ય પોતાના પરિવારને સંભાળવાનું છે, કેમકે તે પોતાની માતા શ્વેતા તિવારીને પરિવારની એકલા હાથે જવાબદારી ઉઠાવવામાંથી મુક્ત કરવા માગે છે.

પલકે પોતાની માતાના એક્સ હસબન્ડ અભિનવ કોહલી પર કટાક્ષ કરતા કહ્યું કે, પરિવારમાં કોઈપણ એટલા રૂપિયા નથી કમાતું કે તેની માતાને એક્સ્ટ્રા કામ કરવામાંથી મુક્ત કરી શકે. આરજે સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટર્વ્યુમાં પલકે કહ્યું કે, તે પોતાના સોંતેલા ભાઈ રેયાંશના અભ્યાસ માટે મદદ કરવા ઈચ્છે છે. શ્વેતા અને તેના પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે શ્વેતા.

જ્યારે રેયાંશ એ શ્વેતા અને તેના બીજા પતિ અભિનવ કોહલીનો દીકરો છે. પલકે કહ્યું કે, ‘મારો છેલ્લે ઉદ્દેશ્ય મારા પરિવાર માટે એ રીતે પ્રદાન કરવાનો છે કે તેમને ક્યારયે કોઈ બાબતની ચિંતા ન કરવી પડે. કેમકે મારી મા હંમેશાથી એકલી કમાનારી રહી છે અને હું એ દબાણને તેના પરથી હટાવવા માગું છું.

હું હકીકતમાં પૂરી રીતે સમક્ષ થવા માગું છું અને પૂરતી કમાણી કરવા ઈચ્છું છું, જેથી હું મારા ભાઈ અને તેના શિક્ષણનો ખર્ચ જીવનભર ઉઠાવી શકું. હું મારી મા, મારા નાનાના મેડિકલ બિલ અને મારી નાનીના મેડિકલ બિલની ચૂકવણી કરી શકું.

મારા પરિવારને જે કંઈપણ જાેઈએ, હું તે વ્યક્તિ બનવા માગું છું જેના પર તે વિશ્વાસ કરી શકે. રેયાંશને ઘરે મૂકીને કામ કરવા મજબૂર કરવા અંગે પલકે કહ્યું કે, ‘મને ખબર છે કે, મારી માને રેયાંશને ઘરે રાખવો પસંદ નથી, પછી ભલે તે એક રાત માટે જ કેમ ન હોય.

તેમનો ઘણો પ્રેમાળ સંબંધ છે. જાે પરિવારમાં કોઈ બીજું તેમના જેવું કમાતું હોત, તો તે તેની સાથે ઘરેમાં રહેત અને મને મારા ભાઈ માટે પણ એવું જ જાેઈએ છે. મને ખબર છે કે, તે તેને છોડી દે છે અને કામ પર જતી રહે છે, જેથી તે અમારું ભરણ-પોષણ કરી શકે અને મને ખબર છે કે તે એટલું બધું કામ કરે છે.

શ્વેતાનું બિઝી શેડ્યુલ થોડા મહિના પહેલા વિવાદમાં આવી ગયો હતો, જ્યારે અભિવન કોહલીએ તેના પર રેયાંશને એક હોટલમાં છોડવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે તે ખતરોં કે ખેલાડીના શૂટિંગ માટે સાઉથ આફ્રિકા ગઈ હતી.

કોહલીએતેના પર રેયાંશને પોતાનાથી દૂર રાખવાનો પણ આરોપ લગાવ્યો હતો. ૨૦૨૧માં શ્વેતાને રેયાંશની કસ્ટડી મળી હતી. થોડા સમય પહેલા એક ઈન્ટર્વ્યુમાં શ્વેતાએ અભિનવને એવો વ્યક્તિ કહ્યો હતો જે બાળકોના વિકાસમાં એક રૂપિયાનું પણ યોગદાન નથી આપતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.