Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારે પહેલીવાર ગુજરાત પોલીસના ૨૫ અધિકારીઓને IPS તરીકે પ્રમોશન આપ્યા

કેન્દ્ર સરકારે પહેલીવાર ગુજરાત પોલીસના ૨૫ અધિકારીઓને IPS તરીકે પ્રમોશન આપ્યા છે.જેથી હવેથી રાજ્ય સરકારના આ અધિકારીઓ કેન્દ્ર સરકાર હસ્તકના ગુજરાત કેડરના આઇપીએસ બન્યા છે.

યુપીએસસીની સિલેક્શન કમિટીએ વર્ષ-૨૦૨૦ના ગુજરાત પોલીસ સર્વિસ કેડરના ૨૫ અધિકારીઓને IPS (ગુજરાત કેડર) તરીકે પસંદગી કરી છે. જેમાં વડોદરામાં તાજેતરના તોફાનોમાં તાબડતોબ સાંઇબાબાની મૂર્તિ સ્થાપન કરી આરોપીઓને ઝડપી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડીસીપી પન્ના મોમાયાનો સમાવેશ થાય છે.

2018ની સાલમાં અમદાવાદ શહેરમાં થયેલા ગેંગરેપ કેસમાં મહિલા સેલના તત્કાલીન એડિશનલ ડીસીપી પન્ના મોમાયાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી.  આ ઉપરાંત પન્ના મોમાયાના ડરથી બુટલેગરોએ દારૂના અડ્ડાઓ બંધ કરી દીધા હતા.

આ ઉપરાંત આ અધિકારીઓમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી અનેક ગુનાઓનો ભેદ ઉકેલનાર અને હાલમાં જ અમદાવાદ ખાતે ટ્રાન્સફર થયેલા ડીસીપી જયદિપસિંહ જાડેજા તેમજ વડોદરામાંથી તાજેતરમાં બદલી થયેલા ડીસીપી જયરાજ સિંહ વાળા અને એન્ડઝ મેકવાનનો પણ સમાવેશ થાય છે. આ સાથે હવેથી આ અધિકારીઓના સોલ્ડર અને કેપના મોનોગ્રામ બદલાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.