ઝઘડિયા GIDCમાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરનાર ત્રણ ઈસમોને LCBએ ઝડપી લીધા.
પાંચેક દિવસ પહેલા નોકરી પરથી છુટીને ઘરે જતા સિક્યુરિટી ગાર્ડને રસ્તામાં ત્રણ અજાણ્યા ઈસમોએ માર માર્યો હતો.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની GIDCમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો મુળ મધ્યપ્રદેશનો દામોદરસિંગ ભદોરીયા નામનો ઈસમ ગત તા.૧૮ મીના રોજ સાંજના સાત વાગ્યાના અરસામાં નોકરી પરથી છુટીને ઘરે જતો હતો.તે દરમ્યાન રસ્તામાં ત્રણ અજાણ્યા ઈસમોએ તેને રોકીને માર માર માર્યો હતો.
આ સંદર્ભે ઝઘડિયા પોલીસમાં અજાણ્યા ઈસમો વિરુધ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.આ ગુનાનો ભેદ ઉકેલવા ભરૂચ જોલ્લા એલસીબી એ કવાયત હાથ ધરી હતી.દરમ્યાન એલસીબી ને હ્યુમન ઈન્ટેલિજન્સથી બાતમી મળ્યા મુજબ એલસીબી ની ટીમે આ ગુનામાં સંડોવાયેલ ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા.મળેલ બાતમીના આધારે ભરૂચ જીલ્લા એલસીબી ની ટીમે સિક્યુરિટી ગાર્ડને માર મારનાર ત્રણ ઈસમો પૈકી એકને કંપનીમાંથી તેમજ બે ઈસમોને પોતપોતાના ઘેરથી ઝડપી લીધા હતા.મનીષ અર્જુનભાઈ વસાવા રહે.
ખરચી, શૈલેશ સુભાષભાઈ વસાવા રહે.સારંગપુર જીતાલી ફાટક પાસે તા.અંકલેશ્વર તેમજ ધર્મેશ ઉર્ફે લાલો દલપતભાઈ વસાવા રહે.ગામ રંડેરીના નામના આ પકડાયેલ ત્રણ ઈસમોની એલસીબી પોલીસે પુછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને મોટર સાયકલ લઈને ત્રણેય જતા હતા તે દરમ્યાન આ ગુનો કરેલ હોવાની કબુલાત કરી હતી.પોલીસે આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રૂ.એક લાખની કિંમતની મોટર સાયકલ કબ્જે લઈને આરોપીઓને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસને સોંપ્યા હતા.