પોશીના તાલુકાના ગુણ ભાખરી ગામે માતા પિતા ને બચાવવા જતાં મોટા ભાઇના હાથે નાના ભાઈનું મોત
પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે એક પરિવારના નાના પુત્રએ દારૂ પી ધમાલ કરી માતા-પિતાને મારવા જતાં થયેલ ધીંગાણામાં મોટાભાઈના હાથે નાના ભાઈનું મોત થતાં પોશીના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામેલ છે.
પોશીના તાલુકાના ગુણભાખરી ગામે ગઈ તારીખ ૨૦-૪-૨૨ ના રોજ મણાભાઈ અનાભાઈ ગમાર તેમના પત્ની કુંવરબેન મોટો પુત્ર ભમરુભાઈ વિગેરે તેમના ઘેર બેસી વાતો કરી રહ્યા હતા એ દરમિયાન તેમનો નાનો પુત્ર હરેશભાઈ ક્યાંકથી દારૂનો નશો કરી ઘરે આવી મણાભાઈ તથા કુંવરબેનને મારવા જતા તેમનો મોટો દીકરો ભમરૂભાઈ ગમાર ચાકુ લાઇ હરીશભાઈને ડરાવવા જતો હતો.
તે દરમિયાન નાના-મોટા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં ભમરૂભાઈ ના હાથમાં રહેલી છરી હરીશ ભાઈને છાતીમાં પેટમાં તથા ડાબા હાથના ભાગે તથા કોણીના ભાગે ગંભીર ઇજાઓ થતાં તે લોહીલુહાણ થઇ જમીન પર પડી ગયો હતો એ દરમિયાન ભમરૂભાઈએ 108ને ફોન કરી પહેલાં પોશીના અને પછી હીમતનગર તથા અમદાવાદ સારવાર અર્થે લઇ ગયેલ હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજતા મણાભાઇ અનાભાઈ ગમારે મોટા પુત્ર ભમરુભાઈ વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં પોશીના પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરેલ છે