Western Times News

Gujarati News

રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે “નો યોર આર્મી” પ્રોગ્રામનું આયોજન

શહેરીજનો, આર્મીના જવાનો તેમજ એન.સી.સીના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

અમદાવાદ,  શહેરીજનોને પર્યાવરણ અને નદી પ્રત્યે જાગૃતતા લાવવા માટે સાબરમતી નદીના પટાંગણમાં ઇન્ડિયન આર્મી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે શહેરીજનોને સૈનિક જીવનનો અનુભવ કરાવવા ‘નો યોર આર્મી’ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનો, આર્મીના જવાનો તેમજ એન.સી.સીના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં આર્મીના જવાનો દ્વારા મિલિટ્રી પાઇપ બેન્ડ, બીટ બોક્સિંગ, સિંગિંગ, નૃત્ય તેમજ સરહદ પર ઉપયોગમાં આવતી વિવિધ યોજના તેમજ કરતબ દર્શાવવામાં આવ્યા હતા. કાર્ય્રકમમાં ગોરખા રેજિમેન્ટ દ્વારા ખુકરી નૃત્ય પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા મેજર જનરલ મોહિત વાધવા, જનરલ ઓફિસર ઈન કમાન્ડિંગ, સા.રી.ફ્ર. ડે. કો. લીના ચેરમેન કેશવ વર્મા તેમજ ઉચ્ચઆધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આર્મીના જવાનો દ્વારા આતંકવાદીનોને પકડવાની રણનીતિ તેમજ સરહદ પર જવાનોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે અંગે પણ માહિતી આપી હતી. આતંકવાદીનો તેમજ દેશના દુશ્મનનોનો સામનો કરે છે તે વિષય પર એક વાસ્તવિક ચિત્ર દર્શાવતું નાટક રજૂ કર્યું હતું.

આ ઉપરાંત સરહદ પર ઉપયોગ માં આવતા વિવિશ આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. તેમજ આર્મીના જાેડાવા ઇચ્છુક યુવાનોને આર્મીમાં પોતાની કારકિર્દી બનાવવા વિષે માહિતી આપવા માટે ઇન્ફોરમેશન બુથ પણ ઉભા કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.