Western Times News

Gujarati News

જાદુઈ ચશ્માના નામે છેતરપિંડી: 15 માંથી 5 ઠગ ઝડપાયા

જમીનમાં ૧૦ ફુટ ઊંડે કોઈ વસ્તુ પડી હોય તો તેને પણ જાેઈ શકાય એવા ચશ્મા આપવાની લાલચે છેતરપિંડી

અમદાવાદ,  કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. બનાસકાંઠામાં આ કહેવત સાચી પડી છે. સાબરકાંઠાના ઇડરમાં લોકોને ખાસ ચશ્મા વડે ર્નિવસ્ત્ર જાેવાનો લોભ બે લોકોને ભારે પડ્યો છે.

લોકોને ‘ર્નિવસ્ત્ર’ જાેઈ શકાય એવા ચશ્મા મેળવવાની લાલચે બે લોકો લાખો રૂપિયામાં લૂંટાયા છે. લોકોને ‘ર્નિવસ્ત્ર’ જાેઈ શકાય એવા ચશ્મા વેચી છેતરપિંડી કરતા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઠગ ટોળકીએ લોકોને ર્નિવસ્ત્ર જાેઈ શકાય તતેમજ જમીનમાં ૧૦ ફુટ ઊંડે કોઈ વસ્તુ પડી હોય તો તેને પણ જાેઈ શકાય એવા ચશ્મા આપવાની લાલચે બે લોકો સાથે લાખો રૂપિયામી છેતરપિંડી આચરી છે. જાે કે આ ટોળકીના પાંચ ઠગબાજ પોલીસની પકડમાં આવી ગયા છે.

લોકોને ર્નિવસ્ત્ર જાેઈ શકાય તેમજ જમીનમાં ૧૦ ફુટ ઊંડે સુધી જાેઈ શકાય એવા ચશ્માની લાલચ આપતા આ ઠગબાજાે સામે વાળાનો વિશ્વાસ જીતવા એક તર્ક પણ આપતા. આ ઠગબાજાે કહેતા કે આ ચશ્મામાં ઇરેડિયમ નામની મેટલ વપરાય છે, જેનો ઉપયોગ વૈજ્ઞાનિક સંશોધનમાં થાય છે. આ મેટલના કારણે જ આ ચશ્મા કામ કરે છે અને આ ચશ્મા દ્વારા કોઈપણ લોકોને ર્નિવસ્ત્ર જાેઈ શકાય છે, એવું ઠગબાજાે સમજાવતા.

જાદુઈ ચશ્માના નામે છેતરપિંડી કરવાના આ કેસમાં ઇડરમાં પીવીસી ફર્નિચરની દુકાન ચલાવતા શખ્સ અને બડોલીના શખ્સ સહીત કુલ ૧૫ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હિંમતનગર એ ડિવિઝન અને ઇડર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.

૧૫ પૈકી ૫ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી પોલીસે દોઢ લાખ રોકડ, બનાવટી ચશ્માં,એક કાર સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ સમગ્ર મામકે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.