રીક્ષા કાંસમાં આખી ઉતરી ગઈ, ચાલક અને મુસાફરોમાં ફફડાટ
(વિરલ રાણા, ભરૂચ) શહેરના જાહેરમાર્ગો ઉપર ખુલ્લી કાંસોતો જીવલેણ સાબિત થઈ રહી છે.પરંતુ હવે બંધ કાંસના સ્લેબ પણ જર્જરિત થતા એકાએક રીક્ષા સ્લેબ તોડી કાંસમાં ખાબકતા રીક્ષામાં સવાર મુસાફરો અને ચાલકનો આબાદ બચાવ થયો હતો.ત્યારે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં કાંસોના સ્લેબ પણ જર્જરિત બનતા કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.
ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ કોલેજ રોડ ઉપર ખાણી પીણીની રેસ્ટોરન્ટ ઉપર આવતા રીક્ષાચાલકો સહિત અન્ય વાહનચાલકો ગટરના સ્પેબ ઉપર વાહનો પાર્ક કરી દેતા હોય છે.જેના કારણે કાંસ નજીકની રેસ્ટોરન્ટના પાર્કિંગ ન હોવાના કારણે પણ લોકો આડેધડ પોતાનો વાહનો પાર્ક કરતા હોય છે.
ત્યારે આજે સવારેના સમયે રેસ્ટોરન્ટ નજીક કાંસના સ્લેબ ઉપર એક રીક્ષા પાર્ક કરવા જતાં કાંસનો સ્લેબ અચાનક ધસી પડતા રીક્ષા કાંસમાં ખાબકી હતી અને રિક્ષાચાલક અને મુસાફરોને આજુબાજુના રહીશોએ દોડી આવી બચાવ કામગીરી કરી હતી બહાર કાઢ્યા હતા.
જાેકે કોલેજ રોડ ઉપર કાંસ ઉપર પણ લારી ગલ્લા અને હોસ્પિટલ સહિત કોમ્પ્લેક્ષો પણ ઉભા કરવામાં આવ્યા છે.ત્યારે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં દબાણ દૂર કરવામાં તંત્ર ના હાથ કેમ ધ્રૂજે છે તે એક પ્રશ્ન છે અને કાંસો ઉપર અડિંગો જમાવવા માટે પંચાયતના જ લોકોનો જ સહકાર મળે છે તેવી પણ ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે
તેવા અનેક પ્રશ્નો લોકોમાં આજે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.ત્યારે એક હોસ્પિટલ આખું કાંસ ઉપર હોય અને તેમાં રોજના મોટી માત્રામાં લોકો ઊમટતા હોય છે ત્યારે આ કાંસ ઉપર રહેલ હોસ્પિટલ ધસી પડે અને લોકોના જીવ જાયતો તેનો જવાબદાર કોણ? સાથે બિલ્ડરોએ પણ કાંસને અડી પોતાના કોમ્પ્લેક્ષો પણ ઉભા કરી દીધા છે.ત્યારે ભોલાવ ગ્રામ પંચાયત મુકપ્રેક્ષક બની તમાશો કેમ જાેઈ રહી છે તે એક પ્રશ્ન છે.