Western Times News

Gujarati News

વોરેન બફેટને પાછળ રાખી ગૌતમ અદાણી બન્યા વિશ્વની પાંચમી સૌથી અમીર વ્યક્તિ

નવી દિલ્હી, સંપત્તિ સર્જનના મામલે વિશ્વના અમીરોના 100 બિલિયન ડોલર ક્લબમાં આવ્યા બાદ Adani ગ્રૂપના ચેરમેન Gautam Adaniનું વેલ્થ ક્રિએશન સતત આગળ વધી રહ્યું છે.

દુનિયાના સૌથી મોટા ઈન્વેસ્ટર્સ ગણાતા Warren Buffett ને પાછળ રાખી ગૌતમ અદાણી વિશ્વની પાંચમી સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સના રિયલટાઇમ ડેટા મુજબ અદાણીની વેલ્થ 122.2 અબજ ડોલર (આશરે 9.37 લાખ કરોડ) પર પહોંચી ગઈ છે.

ફોર્બ્સના લિસ્ટ મુજબ વિશ્વના ટોપ-5 અમીરોમાં 130.2 અબજ ડોલર સાથે Microsoftના Bill Gates ચોથા સ્થાને છે. ગૌતમ અદાણીએ ગેટ્સનું સ્થાન હાંસલ કરવા માટે 8 અબજ ડોલર સંપત્તિ વધારવી પડશે. જાણકારો માની રહ્યા છે કે Adani Groupના શેર્સ જે રીતે વધી રહ્યા છે તે જોતાં આગામી બે સપ્તાહમાં ગૌતમ અદાણી અમીરોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી શકે છે.

ગત વર્ષ સુધી Reliance Groupના Mukesh Ambani અને Gautam Adani વચ્ચેની વેલ્થ રેસમાં અંબાણી અગ્રેસર રહેતા હતા. વર્ષ 2022ની શરૂઆતથી જ ગૌતમ અદાણીની ગતિ વધતાં બંને વચ્ચે સંપત્તિનો તફાવત વધી રહ્યો છે.

25 એપ્રિલના રોજ ગૌતમ અદાણીની સંપત્તિ મુકેશ અંબાણી કરતાં અંદાજે રૂ. 1.56 લાખ કરોડ વધુ છે. ફોર્બ્સના ડેટા મુજબ મુકેશ અંબાણીની વેલ્થ 101.8 અબજ ડોલરની છે.

વિશ્વના ટોચના 10 અમીરોની યાદીમાં 2 ભારતીય મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી છે અને બંને ગુજરાતી છે. કોરોનાકાળ દરમિયાન બંનેની નેટવર્થમાં અવિરત વધારો થયો છે.

2021 સુધી ભારતમાં મુકેશ અંબાણી પહેલા સ્થાન ઉપર રહ્યા જ્યારે 2022માં ગૌતમ અદાણી દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. એપ્રિલ મહિના દરમિયાન ગૌતમ અદાણીની વેલ્થમાં દૈનિક રૂ. 6750 કરોડ વધી છે.

જોકે, વિશ્વના ટોપ-5 અમીરોની યાદીમાં પહોંચનાર ગૌતમ અદાણી પહેલા ભારતીય નથી. અગાઉ જુલાઇ 2020માં મુકેશ અંબાણી પણ ફોર્બ્સ રિયલટાઇમ બિલિયોનેરના લિસ્ટમાં પાંચમા સ્થાને રહી ચૂક્યા છે. તે સમયે અંબાણીની સંપત્તિ 77 અબજ ડોલર હતી. અત્યારે તેમની સંપત્તિ 101.8 અબજ ડોલર છે. આ સમયે ગૌતમ અદાણી બિલિયોનેર લિસ્ટમાં ટોપ-50માં પણ સામેલ ન હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.