Western Times News

Gujarati News

વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા કેન તનાકાનું 119 વર્ષની વયે નિધન

નવી દિલ્હી, વિશ્વની સૌથી લાંબુ આયુષ્ય જીવનાર વ્યક્તિએ અંતે આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. કેન તનાકાનું સોમવાર 25મી એપ્રિલ, 2022ના રોજ નિધન થયું છે.

કેન તનાકાનો જન્મ 2 જાન્યુઆરી, 1903ના રોજ જાપાનના દક્ષિણપશ્ચિમ ફુકુઓકા પ્રદેશમાં થયો હતો. તે જ વર્ષે રાઈટ બંધુઓએ પ્રથમ વખત ઉડાન ભરી હતી અને મેરી ક્યુરી નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા બની હતી.

તનાકાની તબિયત પ્રમાણમાં સારી હતી અને તે નર્સિંગ હોમમાં રહેતા હતા, જ્યાં તેમણે બોર્ડ ગેમ્સનો આનંદ માણ્યો હતો, ગણિતના કોયલા પણ ઉકેલ્ય હતા, સોડા અને ચોકલેટનો આનંદ પણ માણ્યો હતો.

નાનપણમાં તનાકાની નૂડલ્સની દુકાન અને ચોખાની કેક સ્ટોર સહિત વિવિધ વ્યવસાયો ચલાવતા હતા. તેમણે એક સદી પહેલા 1922માં હિડિયો તનાકા સાથે લગ્ન કર્યા,  આ લગ્નથી તેમને ચાર બાળકો હતા અને પાંચમું દત્તક લીધું હતુ.

2019 માં જ્યારે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે તનાકાને સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ તરીકે માન્યતા આપી, ત્યારે તનાકાને પૂછવામાં આવ્યુ હતુ કે, પોતાના જીવનમં તે સૌથી વધુ ખૂશ ક્યારે હતા?

તનાકાનો જવાબ હતો, ‘હવે..’

કેનનો પ્રથમ પુત્ર નોબુઓ 1943માં સેનામાં સામેલ થયો હતો, જેને દ્વિતિય યુદ્વ દરમિયાન બંદી બનાવી લેવામાં આવ્યા હતા અને 1947 માં તે જાપાન પાછો આવી ગયો હતો.

કેનને ચોકલેટ ખાવી ખૂબ પસંદ હતી, જ્યારે  વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા કેન તનાકાને ગિનિઝ સર્ટીફિકેટથી સમ્માનિત કરવામં આવ્યા હતા, ત્યારે તેમને એક ચોકલેટનો ડબ્બો પણ આપવામાં આવ્યો હતો. જે તેમણે તરત જ ઓપન કરીને ચોકલેટ ખાવાની શરુ કરી લીધી હતી.

જે બાદ તેમને એક સવાલ પણ પૂછવામં આવ્યો કે, આજે તમે કેટલી ચોકલેટ ખાવાની પસંદ કરશો? ત્યારે તેમને જવાબમાં કહ્યું કે, 100 ચોકલેટ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.